ટ્રેન્ડિંગયુટિલીટી

BSNLની જેમ Jio પણ લાવ્યું સસ્તો પ્લાન, માત્ર આટલા રુપિયામાં 11 મહિનાનું ટેન્શન થઈ જશે ખતમ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 06 ઓગસ્ટ: જુલાઈ મહિનામાં ભારતની ખાનગી ટેલિકોમ કંપનીઓએ પ્રીપેડ અને પોસ્ટપેડ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કરીને દેશભરના વપરાશકર્તાઓને મોટો ઝટકો આપ્યો હતો. એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપરાંત જિયો કંપનીએ પણ પોતાના પ્લાનની કિંમતમાં 25%નો જંગી વધારો કર્યો છે. હવે Jioએ પોતાના યુઝર્સને મોંઘા પ્લાનમાંથી થોડી રાહત આપવા માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે.

Jio નો સસ્તો પ્લાન

આ પ્લાન યુઝર્સને માત્ર સસ્તો જ નહીં, પરંતુ યુઝર્સને તેમાં વધુ વેલિડિટી પણ મળશે. ચાલો તમને Jio ના આ નવા પ્લાન વિશે જણાવીએ. Jioના આ રિચાર્જ પ્લાનની કિંમત 1899 રૂપિયા છે. વેલ્યુ સેક્શનમાં ઉમેરાયેલા Jioના આ પ્લાનમાં યુઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે 1899 રૂપિયાના આ પ્લાન સાથે તમને લગભગ 11 મહિનાની વેલિડિટી મળી શકે છે. આ નવા પ્લાન સાથે, Jio યુઝર્સને 336 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ અને કુલ 3600 SMSની સુવિધા આપે છે. એટલું જ નહીં, આ પ્લાનથી Jio યુઝર્સને 24GB ઇન્ટરનેટ ડેટા મળે છે. જો તમે વધારે ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ નથી કરતા તો આ પ્લાન તમારા માટે જ છે.

172 રુપિયામાં મહિનો

આ પ્લાનની સરેરાશ માસિક કિંમત 172 રૂપિયા પ્રતિ મહિના હશે, જે યુઝર્સ માટે સારી ડીલ બની શકે છે. જોકે, આ રિચાર્જ પ્લાન વધુ ડેટા વાપરતા યુઝર્સને અનુકુળ નહીં આવે. આ પ્લાન સાથે યુઝર્સને Jio TV અને Jio Cinemaનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

આ પણ વાંચો: BSNL ટૂંક સમયમાં શરુ કરશે 5G સેવા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 5G નેટવર્કથી કર્યો વીડિયો કોલ

Back to top button