ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બસ આ રીતે ખાવ, ડાયેટ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે

Text To Speech
  • ડોક્ટર્સ પણ માઈન્ડફુલ ઈટિંગની સલાહ આપે છે. જમવાની આ સૌથી સારી રીત છે. ઠંડીની સીઝનમાં માઈન્ડફુલ ઈટિંગની મદદથી હાર્ટ એટેકના ખતરાને પણ ઘટાડી શકાય છે.

એવું કહેવાય છે કે દિલનો રસ્તો પેટથી પસાર થાય છે, પરંતુ ફક્ત દિલનો નહિ શરીરના તમામ અંગોનો રસ્તો પેટથી પસાર થાય છે. જો ખાવા-પીવાનું યોગ્ય રીતે ચાલતું રહેશે તો જિંદગીમાં ક્યારેય ડાયેટિંગ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે. ન તો ક્યારેય ડોક્ટર પાસે જવું પડશે. ડોક્ટર્સ પણ માઈન્ડફુલ ઈટિંગની સલાહ આપે છે. જમવાની આ સૌથી સારી રીત છે. ઠંડીની સીઝનમાં માઈન્ડફુલ ઈટિંગની મદદથી હાર્ટ એટેકના ખતરાને પણ ઘટાડી શકાય છે. નિષ્ણાતો કહે છે કે બીમારીઓથી દુર રહેવા માટે ફક્ત હેલ્ધી ફુડ અંગે જાણ હોવી જ જરૂરી નથી, પરંતુ એ સાથે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે શું, ક્યારે અને કેટલું ખાવું. તેને જ માઈન્ડફુલ ઈટિંગ કહેવાય છે.

બસ આ રીતે ખાવ, ડાયટ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે, નહિ જવું પડે ડોક્ટર પાસે hum dekhenge news

મુળવાળા શાકભાજી

ઠંડીની સીઝનમાં જેના મુળ હોય તેવી શાકભાજી એટલે કે ગાજર, શક્કરિયા, સરસોં, મેથી ખાસ ખાવા જોઈએ. તે તમારા શરીરને ગરમ રાખવાની સાથે સાથે હાર્ટ એટેકના ખતરાને પણ ઘટાડે છે.

બસ આ રીતે ખાવ, ડાયટ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે, નહિ જવું પડે ડોક્ટર પાસે hum dekhenge news

માત્રાનો ખ્યાલ રાખો

દેશી ઘી એક પારંપરિક ફુડ છે, તેના ભરપૂર આરોગ્ય લાભ છે, પરંતુ મકાઈની રોટી કે ગાજરનો હલવો ખાતી વખતે તેની માત્રાનું ધ્યાન રાખો. તમે ઓલિવ ઓઈલ, સરસવનું તેલ જેવા હેલ્ધી ઓપ્શન પણ વાપરી શકો છો.

બસ આ રીતે ખાવ, ડાયટ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે, નહિ જવું પડે ડોક્ટર પાસે hum dekhenge news

હાઈ કેલરીના બદલે ખાવ આ ફુડ

ઠંડીમાં હાઈ કેલરી ફુડ ખાવાની ઈચ્છા વધી જતી હોય છે, પરંતુ તે ઈચ્છાને કાબુમાં રાખવા માટે ઓટ્સ, રાગી, મુસલી જેવા હેલ્ધી ઓપ્શની પસંદગી કરો. તમે વેજિટેબલ ઓટ્સ પણ ખાઈ શકો છો.

બસ આ રીતે ખાવ, ડાયટ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે, નહિ જવું પડે ડોક્ટર પાસે hum dekhenge news

હાઈડ્રેટેડ રહો

ઠંડીની સીઝનમાં પાણીને નજરઅંદાજ ન કરતા. તેના કારણે હાઈડ્રેશન વધે છે. તમે લીંબુ-આદુની હર્બલ ચા પણ પી શકો છો. સ્નેક્સમાં ફેટ વાળા કોઈ પદાર્થોના બદલે મખાના, સ્પ્રાઉટ્સ, ફળનો ઉપયોગ કરી શકો છો.

બસ આ રીતે ખાવ, ડાયટ કે એક્સર્સાઈઝની જરૂર નહીં પડે, નહિ જવું પડે ડોક્ટર પાસે hum dekhenge news

હળદરનો કરો ઉપયોગ

કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને ઈન્ફેક્શનથી બચવા માટે હળદર, ગોળ અને આદુનો ઉપયોગ કરતા રહો. તેમાં રેસ્પિરેટરી ટ્રેકને સાફ કરવાની ક્ષમતા હોય છે. કોઈ પણ વાઈરસ કે બેક્ટેરિયા તમને વધુ નુકશાન પહોંચાડી શકતા નથી.

આ પણ વાંચોઃ બર્ડ ફ્લૂના કારણે પહેલીવાર Polar Bear નું થયું મૃત્યુ, જાણો મનુષ્ય પર તેની શું અસર થશે

Back to top button