કર્ણાટક, 19 ઓગસ્ટ: કર્ણાટકમાં કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્યો દ્વારા રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજ્યપાલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામેના કથિત ભ્રષ્ટાચારના કેસની તપાસના આદેશ આપ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી. આ કિસ્સામાં, મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) હેઠળની જમીનના દુરુપયોગના આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના એમએલસી ઇવાન ડિસોઝાએ વિરોધનો અવાજ વધુ તીવ્ર બનાવ્યો અને રાજ્યપાલને કડક ચેતવણી આપી. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે જો રાજ્યપાલ તેમનો આદેશ પાછો નહીં ખેંચે તો શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું હતું તેમ તેમણે પણ કર્ણાટક ભાગવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી વિરોધ સીધો રાજ્યપાલની ઓફિસમાં કરવામાં આવશે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી જેવો રાજ્યપાલનો વારો આવશે
રાજ્યપાલે કથિત જમીન કૌભાંડને લઈને મુખ્યમંત્રી સામે તપાસના આદેશ કર્યાં હતા. કોંગ્રેસના MLCએ કહ્યું હતું કે, ‘જો રાજ્યપાલે આદેશ પાછો ન ખેંચ્યો અને રાષ્ટ્રપતિએ તેમને આદેશ પાછો ખેંચવા ન કીધું તો બાંગ્લાદેશની જેવી જ હાલત થશે, જ્યાં પ્રધાનમંત્રીને દેશ છોડવાનો વારો આવ્યો હતો અને અહીંયા કર્ણાટકમાં રાજ્યપાલને ભાગવું પડશે. જ્યારે હવે આગામી વિરોધ પ્રદર્શન રાજ્યપાલ ઓફિસ ખાતે કરવામાં આવશે.’
શું છે આખી ઘટના
મૈસુર શહેરી વિકાસ સત્તામંડળને (MUDA) લઈને આરોપ છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની પત્ની પાર્વતી તેના અવિકસિત લેન્ડ-પીસના બદલામાં 14 લેન્ડ-પીસ ફાળવવામાં આવી હતી, જેને લઈને સત્તાધિકારી દ્વારા હસ્તગત કરવામાં આવ્યું હતું. આ વિવાદને લઈને મુખ્યમંત્રી પર ભષ્ટ્રાચાર અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, આશરે 4000-5000 કરોડનું મુડા જમીન કૌભાંડ થયું છે.
મારા 40 વર્ષના રાજકીય કરિયરમાં ભષ્ટ્રાચારનો કોઈ ઈતિહાસ નથી
રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા કરવામાં આવેલા તપાસના આદેશ સામે સિદ્ધારમૈયાએ હાઈકોર્ટમાં પડકાર્ય કર્યો છે.એક રીટ અરજીમાં તેમણે તપાસના આદેશ રદ કરવાની માંગ કરતાં કહ્યું હતું કે, ‘આ નિર્ણય રાજકીય રીતે પ્રેરિત અને અન્યાયી છે. મારા 40 વર્ષના રાજકીય કરિયરમાં ભષ્ટ્રાચારનો કોઈ ઈતિહાસ નથી’
આ પણ વાંચોઃ સાબરમતી એક્સપ્રેસ અકસ્માતઃ ગંભીર કાવતરાના પુરાવા મળ્યા, જૂઓ ફોટા