આ બે રાશિઓ પર રહે છે ગુરુની કૃપાઃ મળે છે ધન વૈભવ, કરિયરમાં સફળતા
- ગુરુ ગ્રહ લોકોને કરિયર અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ સફળતા અપાવે છે
- ગુરૂના રાશિ પરિવર્તનથી ગજકેસરી યોગ, હંસ યોગ સહિત અનેક શુભ યોગ બને છે
- જેની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ શુભ હોય છે તેઓ ઇમાનદાર અને શાંત હોય છે
એવું માનવામાં આવે છે કે કુંડળીમાં ગુરુ ગ્રહ લોકોને કરિયર અને વ્યાવસાયિક જીવનમાં ખૂબ સફળતા અપાવે છે. તેના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે. લોકોના જીવનમાં સુખ-શાંતિ માટે દેવગુરૂ ગણાતો ગુરુ ગ્રહ જવાબદાર છે. કુંડળીમાં ગ્રહોની સ્થિતિનું ખુબ મહત્ત્વ હોય છે. ગ્રહોની અનુકુળ કે પ્રતિકુળ સ્થિતિ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે. દરેક ગ્રહની પોતાની ફેવરિટ રાશિ હોય છે. જેની પર જે તે ગ્રહનું વિશેષ ધ્યાન રહે છે.
ગુરૂના રાશિ પરિવર્તનથી ગજકેસરી યોગ, હંસ યોગ સહિત અનેક શુભ યોગ બને છે. એવુ કહેવાય છે કે જે જાતકોની કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ શુભ હોય છે તેઓ ઇમાનદાર હોય છે. તેઓ અન્ય લોકોની તુલનામાં વધુ શાંત હોય છે. ગ્રહ ઉત્તર-પુર્વ દિશાને દર્શાવે છે અને તેને સૌભાગ્યનો સંકેત માનવામાં આવે છે.
વૈદિક કુંડળીમાં ગુરુને જ્ઞાન, પવિત્રતા, દાન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. ગુરૂ ગ્રહને ધન અને મીન જેવી રાશિઓનો સ્વામી માનવામાં આવે છે. મકર રાશિને નીચની રાશિ અને કર્ક રાશિને ઉચ્ચ રાશિ કહેવામાં આવે છે. જાણો કઇ બે રાશિઓ પર રહે છે ગુરુની અસીમ કૃપા
ધન રાશિ
આ રાશિનો સ્વામી ગુરુ છે અને આ રાશિના જાતકો પર ગુરુની કૃપા સદૈવ રહે છે. એક સારી કરિયર અને સફળ વ્યવસાયની સંભાવનાઓ તેમની સાથે વધુ રહે છે.
મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ મીન રાશિનો સ્વામી છે. ગુરુની કૃપાથી આ જાતકો ઘણા કાર્યોને સફળતાપુર્વક કરવામાં સક્ષમ હોય છે. સાથે તેમને વ્યવસાયમાં લાભની પણ શક્યતા રહે છે.
આ પણ વાંચોઃ નિર્જલા એકાદશી પર કરો તુલસીના આ ઉપાયઃ નહીં રહે ધનની કમી