શુક્રની રાશિમાં ગુરુ થશે વક્રી, 2025 સુધી ધન સહિત 3 રાશિઓને મોજ
- ગુરુ સમયે સમયે પોતાની રાશિ બદલીને તમામ 12 રાશિઓમાં ગોચર કરે છે. વર્તમાનમાં તે માર્ગી ચાલ ચાલે છે, પરંતુ ઓક્ટોબરમાં ગુરુ વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલશે
HD ન્યુઝ ડેસ્કઃ ધન સંપતિના કારક દેવગુરૂ બૃહસ્પતિને નવગ્રહમાં અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જન્મકુંડળીમાં ગુરુની શુભ સ્થિતિ જાતકને સુખ-સુવિધાઓ પ્રદાન કરે છે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધે છે. ગુરુ સમયે સમયે પોતાની રાશિ બદલીને તમામ 12 રાશિઓમાં ગોચર કરે છે. આવતા વર્ષે 2025માં 14 મેના રોજ તે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગોચર ઉપરાંત પોતાની ચાલ પણ બદલે છે. વર્તમાનમાં તે માર્ગી ચાલ ચાલે છે, પરંતુ ઓક્ટોબરમાં ગુરુ વક્રી એટલે કે ઉલટી ચાલ ચાલશે.
ગુરુ ક્યારે થશે વક્રી?
ગુરુ 9 ઓક્ટોબર, 2024 ના રોજ સવારે 10:01 વાગ્યે વૃષભ રાશિમાં વક્રી થશે અને 4 ફેબ્રુઆરી, 2025ના રોજ બપોરે 1:46 વાગ્યે 46 મિનિટ માટે ઉલટી ચાલ ચાલશે. કેટલીક રાશિના જાતકોને ગુરુ ગ્રહની વક્રી ચાલથી જબરદસ્ત લાભ થશે.
મિથુન (ક,છ,ઘ)
ગુરુ મિથુન રાશિના દસમા ભાવમાં વક્રી થશે. ગુરુની વક્રી ચાલના કારણે આ રાશિના લોકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. આ સમયગાળા દરમિયાન, તમે ખૂબ ધન-દોલત કમાવવામાં સફળ રહેશો અને નાણાં એકઠા પણ કરી શકશો. આ સમયગાળા દરમિયાન તમે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લઈ શકો છો.
કર્ક (ડ,હ)
ગુરુ કર્ક રાશિના 11મા ભાવમાં વક્રી થશે. વક્રી ગુરુ તમારા જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડશે. આ સમયગાળા દરમિયાન તમારા અટવાયેલા નાણાં મળી શકશે. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ સમયગાળો લાભદાયી રહેશે. ગુરુની વક્રી ચાલ વેપારીઓને લાભ અપાવશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ગુરુ ધન રાશિના છઠ્ઠા ભાવમાં વક્રી થશે. ધન રાશિના જાતકો માટે ગુરુની ઉલટી ચાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ગુરુ ગ્રહના પ્રભાવને કારણે તમને અટકેલા પૈસા પાછા મળી શકશે. કાર્યસ્થળ પર તમે નવી ઓળખ બનાવવામાં સફળ થશો. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. આરોગ્ય સારું રહેશે.
આ પણ વાંચોઃ સૂર્યની કેતુના નક્ષત્રમાં એન્ટ્રી, 14 દિવસ સુધી આ રાશિઓને થશે ધન લાભ