નવરાત્રીમાં ગુરૂ થશે વક્રી, આ રાશિઓનું જીવન બનશે ખુશહાલ
- નવરાત્રીના સાતમા દિવસે ગુરૂ ગ્રહ વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે. જે પૃથ્વી પરના તમામ માનવજીવનને અસર કરશે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 9 ઓક્ટોબર એટલે કે નવરાત્રીના સાતમા દિવસે ગુરૂ ગ્રહ વૃષભ રાશિમાં વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે. જે પૃથ્વી પરના તમામ માનવજીવનને અસર કરશે. ગુરુ 9 ઓક્ટોબરે સવારે 10.01 કલાકે વૃષભ રાશિમાં ગોચર કરશે.
જ્યોતિષીઓનું માનવું છે કે નવરાત્રી દરમિયાન ગુરુનું રાશિ પરિવર્તન ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ગુરુના રાશિ પરિવર્તનની અસર દેશ-દુનિયાના લોકો પર પડશે. તેમજ તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. તો જાણો કે ગુરુ ગ્રહ વક્રી થવાને કારણે કઈ રાશિઓને ફાયદો થશે.
મિથુન (ક,છ,ઘ)
મિથુન રાશિના લોકો માટે ગુરુનું રાશિ પરિવર્તન ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન, આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મજબૂત બનશે. જ્યોતિષીઓનું માનવું છે કે નવરાત્રીના સાતમા દિવસે મિથુન રાશિના લોકોને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે જ કેટલાક શુભ સંદેશ પણ પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં ખુશીઓ આવશે. નોકરી કરતા લોકો માટે સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો છે. સામાજિક કાર્યોમાં રસ લેશો. સમાજમાં તમને માન-સન્માન મળશે.
કર્ક (ડ,હ)
ગુરુનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે સારું માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કર્ક રાશિવાળા લોકો કોઈપણ કાર્યમાં પ્રગતિ કરે તેવી સંભાવના છે. નવું કામ પણ શરૂ કરી શકે છે. જે લોકો બિઝનેસમેન છે તેમના બિઝનેસમાં જોરદાર વૃદ્ધિ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. તમને કોઈપણ કાર્યમાં સફળતા મળી શકે છે.
કન્યા (પ,ઠ,ણ)
જે લોકોની રાશિ કન્યા છે અને તેઓ વેપારી છે , તેમને ગુરુના રાશિ પરિવર્તનથી લાભ મળશે. આ સમય દરમિયાન વેપારીઓને નવી ડીલ મળી શકે છે, જેનાથી તેમનું મન ખુશ રહેશે. વેપારના સંબંધમાં તમારે વિદેશ યાત્રા કરવી પડી શકે છે. તમારે થોડા સમય માટે પરિવારથી દૂર જવું પડી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને ગુરૂના ગોચરથી વધુ લાભ થશે. પૈતૃક સંપત્તિથી પણ આર્થિક લાભ થઈ શકે છે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે. જીવન મોજમસ્તી સાથે વીતશે.
આ પણ વાંચોઃ ઓક્ટોબરમાં બનશે લક્ષ્મીનારાયણ યોગ, ત્રણ રાશિના લોકોને મળશે વૈભવ