ટ્રેન્ડિંગધર્મ

ગુરૂ એક વર્ષ સુધી આ રાશિઓ પર રહેશે મહેરબાનઃ તમને લાભ થશે કે નહીં?

Text To Speech
  • ગુરૂનો પ્રભાવ વૈવાહિક જીવન પર અસર પાડે છે
  • ગુરૂ સુખ-સંપતિ અને ઐશ્વર્યનો કારક ગ્રહ છે
  • ગુરૂ સૌથી વધુ લાભ મેષ રાશિને કરાવશે

ગુરૂને સુખ-સંપતિ, વૈભવ અને ઐશ્વર્ય આપનારો ગ્રહ માનવામાં આવે છે. જન્મકુંડળીમાં ગુરુની શુભ સ્થિતિ જાતકને ફર્શથી અર્શ સુધી પહોંચાડી શકે છે. ગુરુનો પ્રભાવ વૈવાહિક જીવન પર પણ પડે છે. વર્ષ 2023માં ગુરુ ગ્રહે 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. આવનારા એક વર્ષ સુધી ગુરૂ આ રાશિમાં રહેશે. ગુરુ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે. ગુરૂનું ગોચર કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ અપાવશે.

મેશ રાશિ

ગુરૂ મેષ રાશિમાં જ વિરાજમાન છે. મેષ રાશિ માટે આ ખૂબ જ શુભ સમય છે. આ દરમિયાન તમારા અટકેલા કામો પાર પડશે. માતા-પિતાનો સહયોગ મળશે. વૈવાહિક જીવન સુધરશે. નોકરિયાતોની આવક વધશે અને ધન લાભના યોગ થશે.

ગુરૂ એક વર્ષ સુધી આ રાશિઓ પર રહેશે મહેરબાનઃ તમને લાભ થશે કે નહીં? hum dekhenge news

સિહં રાશિ

ગુરૂનુ રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે કોઇ વરદાનથી કમ નથી. આવનારા 11 મહિનાઓમાં તે તમને સુખ-સમૃદ્ધિ અપાવશે. દરેક કામમાં સફળતા મેળવશો. કરિયરમાં નવી ઉંચાઇઓ મેળવશો. વેપારીઓને લાભ થશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આવનારા 11 મહિના આર્થિક ઉન્નતિ લઇને આવશે. તમને અટકેલા નાણા મળશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળશે. પિતાનું સ્વાસ્થ્ય સારુ રહેશે.

ગુરૂ એક વર્ષ સુધી આ રાશિઓ પર રહેશે મહેરબાનઃ તમને લાભ થશે કે નહીં? hum dekhenge news

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને આ સમય ગાળામાં ધન લાભ થશે. તમને ફસાયેલા પૈસા પરત મળશે. જમીન-પ્રોપર્ટીની ખરીદી કરી શકશો. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે.

મીન રાશિ

મીન રાશિના જાતકોને આ સમયગાળામાં સફળતા મળશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. સંબંધો મજબૂત બનશે. પૈતૃક સંપતિ મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે અને આવકમાં વધારો થઇ શકે છે.

આ પણ વાંચોઃ જય શ્રી રામ…હનુમાનજી માટે આ ફિલ્મના શોમાં બુક રખાશે સીટ

Back to top button