હનુમાન જયંતી પર ગુરૂ-શુક્રનો મહાલક્ષ્મી યોગઃ પ્રસન્ન કરવા માત્ર આ બે શબ્દો બોલો
ચૈત્ર પુર્ણિમા એટલે કે 6 એપ્રિલના રોજ હનુમાન જયંતિ મનાવવામાં આવશે. આ દિવસે ગુરૂવાર છે. તેથી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. જે લોકોની કુંડળીમાં આ યોગ બને છે તેઓ ઓછી પરેશાનીઓથી ઘેરાયેલા રહે છે અને માં લક્ષ્મીની તેમની પર કૃપા વરસે છે.આ દિવસે મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને સુખ, વૈભવ, રોમાન્સ, ભોગ, વિલાસ, એશોઆરામ આપનારો ગ્રહ કહેવાયો છે. આ યોગથી જાણવા મળે છે કે વ્યક્તિના જીવનમાં મહાલક્ષ્મીની કૃપા છે કે નહીં. આવી વ્યક્તિને જીવનના તમામ સુખ અને કીર્તિ પ્રાપ્ત થાય છે.આ દિવસે એક તરફ સુખ-સમૃદ્ધિનો કારક અને બીજી તરફ ધન-સંપત્તિનો કારક શુક્ર આવો યોગ સર્જી રહ્યો છે જે ખૂબ જ શુભ છે. મહાલક્ષ્મી યોગ વાસ્તવમાં ખૂબ જ શુભ યોગ છે.
કુંડળીના લગ્ન ભાવનો સ્વામી ત્રિકોણ ભાવમાં હોય અથવા દ્વિતિય ભાવનો સ્વામી એકાદશ ભાવ જેને લાભ ભાવ કહેવાય છે તેમાં સ્થિત હોય અથવા દ્વિતીય ભાવ પર કોઇ શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો તેને મહાલક્ષ્મી યોગ કહેવાય છે. જેની કુંડળીમાં આ યોગ બને છે તે ખુબ ભાગ્યશાળી કહેવાય છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માત્ર આ બે શબ્દો બોલો
જ્યારે પણ હનુમાનજીના મંદિરમાં જાવ અથવા તેમની મુર્તિ કે ફોટો જુઓ તો તેની સામે માત્ર સાચા મનથી જય સીતારામ બોલો. આ બે શબ્દોના જપ પછી તમને બીજી કોઈ પૂજાની જરૂર નહી પડે. મંગળવારના દિવસે સાચા મનથી સીતારામનું સ્મરણ હનુમાનજીના મંદિરમાં જઇને કરવાથી તમામ મનોકામના પુર્ણ થાય છે.
આ પણ વાંચોઃ ગરમીમાં માટલાનું પાણી પીવાના ગજબ ફાયદાઃ આટલુ ધ્યાન રાખો