ટ્રેન્ડિંગધર્મ

ગુરૂ-ચંદ્રમાએ બનાવ્યો નવપંચમ રાજયોગઃ આ રાશિના જાતકોની કિસ્મતના દરવાજા ખુલશે

Text To Speech

વૈદિક જ્યોતિષમાં ગ્રહો સમય-સમય પર ગોચર કરતા રહે છે અને તેના કારણે શુભ-અશુભ યોગ બનતા રહે છે. આ બદલાતી ગ્રહ દશાની માનવ જીવન અને દેશ-દુનિયા પર ગહેરી અસર પડે છે. આ ગ્રહોની બદલાતી ચાલથી યુતિ બને છે. આ યુતિથી રાજયોગોનું નિર્માણ પણ થાય છે. આવો જ એક યોગ છે નવપંચમ રાજયોગ. આ રાજયોગ 12 વર્ષ બાદ બની રહ્યો છે. આ નવપંચમ રાજયોગ ફેબ્રુઆરીમાં પહેલા અઠવાડિયામાં ગુરુ અને ચંદ્રની યુતિથી બન્યો હતો. આ રાજયોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ કેટલીક રાશિઓ માટે તે ખાસ હશે. આ રાશિઓ માટે તે કિસ્મતના બંધ દરવાજા ખોલશે.

ગુરૂ-ચંદ્રમાએ બનાવ્યો નવપંચમ રાજયોગઃ આ રાશિના જાતકોની કિસ્મતના દરવાજા ખુલશે hum dekhenge news

મેષ, મિથુન અને કન્યાને થશે ફાયદો

નવપંચમ યોગના નિર્માણથી મેષ, મિથુન અને કન્યા રાશિના જાતકોને ફાયદો થશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે. તે બુદ્ધિ, ઉન્નતિ અને સંતાનનો સ્વામી સુર્ય દેવ નવપંચમ છે. તેથી આ સમય તમને અચાનક આર્થિક લાભ થઇ શકે છે. આ સાથે કર્મના માધ્યમથી ધન પ્રાપ્તિની સંભાવના છે. નોકરિયાત લોકોને પ્રમોશન-ટ્રાન્સફર થઇ શકે છે. પરિવારમાં થતા મતભેદોથી દુર જ રહેજો.

ગુરૂ-ચંદ્રમાએ બનાવ્યો નવપંચમ રાજયોગઃ આ રાશિના જાતકોની કિસ્મતના દરવાજા ખુલશે hum dekhenge news

ચંદ્રમા અને ગુરૂની યુતિથી બનેલો નવપંચમ યોગ મિથુન રાશિના જાતકોને અત્યંત શુભ પરિણામો આપશે. નોકરિયાતોને ઓફિસમાં નવી જવાબદારી મળશે. પ્રસન્નતાનો અનુભવ થશે. લાંબા સમયથી અટકેલા નાણાં મળશે. અચાનક ધન લાભ થશે. કન્યા રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. રોકાણ માટે આ સારો સમય છે. જો તમે ક્યાંય પણ રોકાણ કર્યુ હશે તો તેનો ફાયદો મળશે. દાંપત્યજીવન સુંદર રહેશે. આવકના નવા રસ્તા ખુલશે. ઘણા પ્રકારે પૈસા મળશે.

Back to top button