ગુરૂ થઇ રહ્યો છે અસ્તઃ આ રાશિઓ રહે સાવધાન
કોઇ પણ ગ્રહનું અસ્ત થવુ કે ઉદય થવાની અસર વ્યક્તિના જીવન અને દેશ-દુનિયા પર પડતી હોય છે. ગુરુ ગ્રહને દેવતાઓનો પણ ગુરૂ માનવામાં આવે છે, વૈદિક જ્યોતિષમાં ગુરૂ સૌથી વધુ દ્રષ્ટિવાળો ગ્રહ માનવામાં આવે છે. દેવગુરૂ 1 એપ્રિલ 2023ના રોજ સાંજે સાત વાગે મીન રાશિમાં અસ્ત થશે ગુરૂના અસ્ત થવાથી કેટલીક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દેવગુરૂ અસ્ત થવાથી માંગલિક કાર્યો પર પણ રોક લાગી જાય છે. ગુરૂના અસ્ત થવાથી કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવુ પડશે.
મેષ
મેષ રાશિના જાતકો માટે ગુરૂ નવમાં અને બારમાં ભાવનો સ્વામી છે. આ રાશિના જાતકોએ થોડા સાચવીને રહેવાની જરૂર છે. કાર્યસ્થળ પર સખત મહેનત કર્યા છતાં તમને ફળ ન મળે તેવું બની શકે. તમને સિનિયર સાથે સમસ્યાઓ પણ થઇ શકે છે. સાથે સાથે કામ સંદર્ભે તમારે જબરજસ્તી વિદેશ યાત્રા પર જવુ પડે તેમ પણ બની શકે. આ કારણે તમને થોડા અસંતોષનો અનુભવ થઇ શકે છે.
વૃષભ
આ રાશિના જાતકોનો આઠમા અને અગિયારમાં ભાવનો સ્વામી ગુરૂ છે. આ રાશિના જાતકોને તેમના પ્રયાસોમાં વિરોધ આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં કાર્યસ્થળ પર અસંતોષજનક માહોલ તમારી ચિંતાનું કારણ બની શકે છે
મિથુન
આ રાશિના જાતકો માટે ગુરૂ સાતમાં અને દસમા ભાવનો સ્વામી છે. તેથી આ રાશિ માટે કરિયરમાં પ્રગતિ શક્ય છે. જો તમે ભાગીદારીમાં વેપાર કરો તો આ સમયગાળામાં તેમાં પ્રોબલેમ આવી શકે છે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે ગુરૂ નવમાં અને છઠ્ઠા ભાવો સ્વામી છે. આ સમયગાળામાં કર્ક રાશિના લોકોના કાર્યોમાં કેટલીક બાધાઓ આવી શકે છે.
સિંહ
સિંહ રાશિના જાતકો માટે ગુરૂ પાંચમા અને આઠમાં ભાવનો સ્વામી છે. આ રાશિના જાતકોના મિત્રો અને પરિવારજનોની સાથે સંબંધો ખરાબ થઇ શકે છે. તમારી છબી પર નકારાત્મક અસર પડી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે ગુરૂ ચોથા અને સાતમાં ભાવનો સ્વામી છે. આ રાશિના જાતકોને સીનિયરો દ્વારા વધુ કામનું દબાણ થાય તેવી શક્યતા છે. સાથે સાથે નોકરી બદલવાના યોગ પણ છે. જો તમારો ખુદનો વ્યવસાય છે તો તેમાં નુકશાનની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ડબલ થશે તમારા પૈસાઃ સરકારે વધાર્યા વ્યાજદર