ટ્રેન્ડિંગમનોરંજન

જુનિયર એનટીઆરે પુરું કર્યુ દેવરાનું શૂટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ?

Text To Speech
  • છેલ્લા ઘણા સમયથી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. રોજેરોજ ફિલ્મને લઈને કોઈને કોઈ અપડેટ સામે આવતું હતું. હવે જુનિયર એનટીઆરે જણાવ્યું છે કે તેણે દેવરાનું પોતાના ભાગનું શુટિંગ પુરું કરી લીધું છે

14 ઓગસ્ટ, ચેન્નઈઃ સાઉથ એક્ટર જુનિયર એનટીઆર અને બોલિવૂડ અભિનેતા જ્હાનવી કપૂરની જોડી દેવરા પાર્ટ 1માં જોવા મળવાની છે. છેલ્લા ઘણા સમયથી ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું. રોજેરોજ ફિલ્મને લઈને કોઈને કોઈ અપડેટ સામે આવતું હતું. હવે જુનિયર એનટીઆરે જણાવ્યું છે કે તેણે દેવરાનું પોતાના ભાગનું શુટિંગ પુરું કરી લીધું છે.

મોસ્ટ અવેઈટેડ ફિલ્મ દેવરા જ્હાનવી કપૂરની તેલુગુ ડેબ્યુ ફિલ્મ છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે, જે પેન ઈન્ડિયા રીલીઝ હશે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જ્હાન્વી ઉપરાંત સૈફ અલી ખાન પણ જોવા મળશે. તાજેતરમાં સાઉથ એક્ટરે તેના ભાગનું શૂટિંગ પૂર્ણ થયાની માહિતી આપી છે. તેણે સોશિયલ મીડિયા પર એક અદભૂત બિહાઈન્ડ ધ સીન્સ (BTS) ફોટો શેર કર્યો છે અને કહ્યું છે કે તેણે હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે હૈદરાબાદમાં ફિલ્મની રીલીઝની રાહ જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

 

જુનિયર એનટીઆરે Instagram અને X પર દેવરાનો BTS ફોટો શેર કરતી વખતે લખ્યું છે કે, દેવરા ભાગ 1 માટે હમણાં જ મારો છેલ્લો શોટ પૂર્ણ કર્યો. તે એક અદ્ભુત જર્ની રહી છે. મને પ્રેમના સાગર અને અવિશ્વસનીય ટીમની યાદ આવશે. શિવાની તૈયાર કરેલી દુનિયામાં તમામ લોકો આવે તેની રાહ છે. જુનિયર એનટીઆર આ ફિલ્મમાં શિવાની ભૂમિકા ભજવશે.

ક્યારે રીલીઝ થશે ફિલ્મ?

આ ફિલ્મ 27 સપ્ટેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. કોરટાલા શિવા આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. અગાઉ દેવરાનો સૈફ અલી ખાનનો લુક બહાર આવ્યો હતો. જેમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ મનુ ભાકરે અભિનેતા કાર્તિક આર્યનના વખાણ કર્યા, કહ્યું, તમને મેડલ મળવો જોઈએ

Back to top button