ગુજરાતટોપ ન્યૂઝ

બોન્ડ સેવાને લઈને જુનિયર ડોકટરની હડતાળ છેલ્લાં 9 દિવસથી યથાવત, દર્દીઓની હાલાકી વધી

Text To Speech

જુનિયર ડોક્ટરોની હડતાળ સતત 9માં દિવસે યથાવત છે. જેના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જેનો હાલ તો કોઈ અંત દેખાતો નથી. કારણ કે ડોક્ટરોને જ્યારે પૂછવામાં આવ્યું કે દર્દીઓ હેરાન છે હડતાળ કયારે પુરી કરશો જેના જવાબમાં ડોક્ટોરોએ કહ્યું કે હોસ્ટેલ ખાલી કરાવાશે તો કેમ્પસમાં રહીશું પણ હડતાળ તો ચાલુ જ રહેશે.સરકારે આપેલી હોસ્ટેલ ખાલી કરવાની આખરી નોટિસની સામે ગાંધી ચીંધ્યા માર્ગે હોસ્ટેલ ખાલી કરીને મેદાનમાં રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

જુનિયર ડોકટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. રાહુલ ગામેતી જણાવે છે કે, બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્ટશિપમાં ગણવાની મિટીંગ નિષ્ફળ જતાં છેલ્લાં વિકલ્પરૂપે હડતાળ પર જવું પડ્યું છે. અમે સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, તેનાથી સારો રસ્તો નીકળી શકે તેમ છે. અમને હોસ્ટેલ ખાલી કરાવશે તો અમે મેદાનમાં રહીશું પરંતુ હડતાળ યથાવત રહેશે.આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લખવા શરતે જણાવ્યું હતું કે, જુનિયર ડોકટરોએ પોતે જ બોન્ડ પર સહી કરી છે, અને હવે હડતાળ પર ઉતર્યા છે.

IMAનું હડતાળને સમર્થન મળ્યું
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જુનિયર ડોકટરો તરફથી અમને આવેદનપત્ર મળ્યું છે, જેને અમે સમર્થન આપીએ છીએ. છેલ્લાં અઠવાડિયાથી સર્જરીની સંખ્યામાં 50થી 60 ટકાનો ઘટાડો થયો હતો. સરકાર દ્વારા 15 જેટલા એનેસ્થેટિસ્ટની નિયુક્તિ કરતાં ગુરુવારે 9 કલાકમાં 39 સર્જરી થઇ હતી.

Back to top button