કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જુનિયર ક્લાર્ક પરીક્ષા : જૂનાગઢ-રાજકોટના ઉમેદવારો માટે દોડાવાશે ‘સ્પેશિયલ ટ્રેન’

Text To Speech
  • જુનિયર કલાર્કની પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે
  •  રાજકોટ-જૂનાગઢ વચ્ચે ‘સ્પેશિયલ ટ્રેન’ એક દિવસ માટે દોડશે 
  • પરીક્ષાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે કરાયું આયોજન

ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ – ગુજરાત સરકાર 09 એપ્રિલ, 2023 (રવિવાર) ના રોજ “જુનિયર ક્લાર્ક”ની પરીક્ષા વિવિધ સ્થળોએ યોજશે. આ પરીક્ષામાં બેસવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ટ્રેનમાં મુસાફરી કરશે. જેની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 09 એપ્રિલ, 2023ના રોજ ભાવનગરથી ગાંધીગ્રામ અને જૂનાગઢથી રાજકોટ વચ્ચે એક દિવસ માટે “પરીક્ષા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર

ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 05.30 કલાકે ઉપડશે અને 09.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 કલાકે ઉપડશે અને 19.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે.

'સ્પેશિયલ ટ્રેન' -humdekhengenews

2. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ

રાજકોટ-જૂનાગઢ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 07.00 કલાકે ઉપડશે અને 08.50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા વિશેષ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15.00 કલાકે ઉપડી રાજકોટ 17.00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર ઉભી રહેશે.

3. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ

જૂનાગઢ-રાજકોટ પરીક્ષા વિશેષ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 07.30 કલાકે ઉપડશે અને 10.00 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં રાજકોટ-જૂનાગઢ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14.55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17.15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચો : સિંગતેલના ભાવમાં ફરી ભડકો , જાણો હવે ડબ્બો કેટલામાં પડશે

Back to top button