ગુજરાતટોપ ન્યૂઝ

જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ : 9.53 લાખ ઉમેદવારોનું દર્દ છલકાયું અને રાજકારણ ગરમાયુ

Text To Speech

રાજ્યમાં આજે લેવાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષા જ્યારે છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવી છે ત્યારે આ પરીક્ષા આપનાર રાજ્યના 9.53 લાખ ઉમેદવારોના આંખોમાં દર્દ છલકાયું હતું. જો કે આ મામલે આખરે રાજકારણ પણ ગરમાયુ હતું. જુદા જુદા નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી સરકારને આડેહાથ લીધા હતા.

શું કહ્યું આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલે ?

આજના જુનીયર ક્લાર્ક પેપરલીક મામલે આમ આદમી પાર્ટી નેતા રેશ્મા પટેલે આકરી પ્રતિક્રિયા આપતા સરકારની ઝાટકણી કાઢી હતી. તેણે કહ્યું હતું કે, ગુજરાતની જનતાનો ભરોસો તોડવાવાળી ભરોસાની ભાજપ સરકારના રાજમાં પેપેર ફૂટે છે, વિદ્યાર્થીઓના ભવિષ્યને કોરી ખાનારા રાક્ષસોને 156ની ભાજપ સરકારના કૌરવો ક્યારે રોકશે ????

AAP નેતા પ્રવીણ રામે શું કહ્યું ?

જુનીયર ક્લાર્કનું પેપર ફૂટવાના મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે આ બાબતમાં સરકાર પાસે કોઈ આશા જ નથી રહી.

Back to top button