જુનિયર ક્લાર્કની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર અને પોતાના ઘરે પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને અંદરખાને એક ડર પણ છે કે આટલી મહેનત કર્યા પછી પણ જો પેપર ફૂટી જશે તો આટલા મહિનાથી કરેલી મહેનત પાણીમાં જશે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા હજુ જાહેર થાય તે પહેલા જ પેપરની તોડબાજી શરૂ થઈ ?
ઉલ્લેખનીય છે કે જે રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પેપર લીક ને મામલે બે દિવસ અગાઉ રાજ્ય સરકારને આવેદન આપી કહેવામાં આવ્યું હતું કે પેપર લીકના એજન્ટો સક્રિય થઈ ગયા છે, ત્યારે Humdekhenge ની ટીમ દ્વારા આ બાબતે ગાંધીનગર અને આસપાસના કેટલાક તૈયારી કરી રહેલા વિધાર્થીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “તેમણે પણ પેપરની તોડબાજી અંગેની માહિતી તો મળે છે અને પૈસા લેવાતા હોવાનું પણ ખબર પડી છે પણ કોઈ નક્કર પુરાવાના અભાવે કઈ કરી શકાય તેમ નથી પણ સરકાર કડક પગલાં ભરે તો પેપર લીક થતાં અટકાવી શકાય છે,” તેવું આ તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે. હવે આ બધી બાબતોમાં કેટલું તથ્ય છે તે તો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક, વડોદરા પોલીસની બેદરકારી સામે આવી
હવે સરકાર દ્વારા પણ આ બાબતે જ્યાં પરીક્ષા લેવાશે તે કેન્દ્રોના સ્થળોએ 144 ની કલમ લાગુ કરી અને પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. પણ સવાલ હવે અહી લખો વિદ્યાર્થીઓનો છે કે જે હજારો રૂપિયા ખર્ચીને પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય છે. સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરવા આવતા હોય છે ત્યારે હવે આગામી ક્લાર્કની પરીક્ષા કોઈ પણ વિવાદ વગર પૂરી થશે કે નહિ તે તો પરીક્ષાના દિવસે જ ખબર પડશે.