- જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી અંગે હસમુખ પટેલે આપી માહીતી
- પરીક્ષામાં ગેરરીતી ન થાય તે પ્રમાણે કરાયું આયોજન : હસમુખ પટેલ
- તલાટીની પરીક્ષાને લઈને પણ આપ્યું મહત્વનું નિવેદન
આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવા જઈ રહી છે.ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં હસમુખ પટેલે તૈયારીઓને લઈને મહત્વની જાણકારી આપી હતી. હસમુખ પટેલે જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓની સાથે સાથે તલાટીની પરીક્ષાને લઈને પણ મહત્વની માહીતી આપી હતી.
હસમુખ પટેલે યોજી પ્રેસ કોન્ફરન્સ
આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે. પેપર ફૂટ્યા બાદ ફરી વાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે પરીક્ષામાં કોઈ ગેરરીતી ન થાય તે માટે જડબેસલાક તૈયારીઓ કરવામા આવી છે. હસમુખ પટેલ દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં હસમુખ પેટેલે દાવો કર્યો છે કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યુ છે.
પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓની ટ્રેનિંગ પુરી થઈ છે. અને રાજ્યના તમામ જિલ્લાના કેન્દ્રો પર 500થી વધુ સ્કવૉડ સતત નજર રાખશે.આ સાથે દરેક પરીક્ષા ખંડમાં CCTVની વ્યવસ્થા કરવામા આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્રના પરીસરમાં અને લોબીમાં પણ CCTV કેમેરા ઉપરાંત પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત રહેશે.
પરીક્ષાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા
પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું હસમુખ પેટેલે જણાવ્યું હતુ. આ સાથે કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા પરીક્ષાર્થીઓના રહેવા જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની પણ પ્રસંશા તેઓએ કરી હતી.
તલાટીની પરીક્ષાને લઈને આપ્યું નિવેદન
હસમુખ પેટેલે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈને પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજવાનુ આયોજન છે અને આ માટે તૈયારીઓ પણ ચાલી રહી છે. પરીક્ષા કેન્દ્રો બાબતે જિલ્લા કલેક્ટરોને જવાબદારી સોંપી દેવામા આવી છે. પરંતુ પરીક્ષા માટે પુરતા સેન્ટર મળશે તો જ 30 એપ્રિલે પરીક્ષા લેવાશે તેમ તેમણે જણાવ્યું હતું. અને પૂરતા સેન્ટર નહી મળે તો પરીક્ષા પાછી ઠેલવવામા આવશે અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામા આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : EXCLUSIVE : AAPની મોટા ઉપાડે કરાયેલી જાહેરાતનો ફિયાસ્કો, જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે જાહેર કરાયેલ નંબર બંધ