

- જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
- પરીક્ષા કેન્દ્ર શોધવામા કોઈ મુશ્કેલી પડે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર
- તંત્ર દ્વારા જિલ્લા પ્રમાણે હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા
આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવા જઈ રહી છે.ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તેના માટે તંત્રએ જડબેસલાક તૈયારી કરી છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારો અટવાય નહીં અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા જિલ્લા પ્રમાણે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર
મહત્વનું છે કે આવતી કાલે જુનિયર ક્લાર્કની લેખિત પરિક્ષા યોજાવા જઈ રહી છે. પરિક્ષામાં કોઈ ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર શોધવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે દરેક જિલ્લા પ્રમાણે હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યો છે. ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્ર શોધવામા કોઈ મુશ્કેલી પડે અથવા તો કોઈ પ્રશ્ન હોય તો તેઓ આ હેલ્પ લાઈન નંબર પર કોલ કરી શકે છે.
આ પણ વાંચો : Junior Clerk Exam : પરીક્ષાને લઈને કેવું છે આયોજન ? હસમુખ પટેલે આપી માહીતી