ટોપ ન્યૂઝધર્મ

જૂનના તહેવારો: આખાય વર્ષની બધી એકાદશીના વ્રત સમાન પુણ્ય આપતી નિર્જલા એકાદશી 10 જૂને, પૂનમ 14મી જૂને

Text To Speech

ધાર્મિક ડેસ્કઃ આજથી જૂનની શરૂઆત થઈ છે. આ મહિનામાં ઘણા વિશેષ તહેવારો-ઉત્સવો ઉજવવામાં આવશે. રંભા તીજ, ગંગા દશેરા, પૂર્ણિમા, યોગિની એકાદશી, અમાસની તિથિ જૂનમાં આવશે. આ મહિને 30 જૂનથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. જાણો મહિનાની ખાસ તારીખો અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો…

  • 2 જૂન ગુરુવારે રંભા તીજ છે. સૌભાગ્ય અને સુંદર દેખાવની ઈચ્છા સાથે આ તિથિએ અપ્સરા રંભાની પૂજા કરવામાં આવે છે.
  • 3 જૂન, શુક્રવારે વિનાયકી ચતુર્થી છે. આ દિવસે નૌતપાની પૂર્ણાહુતિ થશે. ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશનું વ્રત અને પૂજા કરવાની પરંપરા છે.
  • 9 જૂન, ગુરુવારે ગંગા દશેરા છે. આ તિથિએ ગંગા નદીની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર પાણીનું મહત્વ જણાવે છે.
  • 10 જૂન, શુક્રવારના રોજ નિર્જલા એકાદશી છે. વર્ષની તમામ એકાદશીઓમાં આ એકાદશીનું મહત્વ સૌથી વધુ છે. એવી માન્યતા છે કે, જે લોકો આ એકાદશીનું વ્રત કરે છે, તેઓને વર્ષની તમામ અગિયારસનું પુણ્ય મળે છે. આ વ્રત નિર્જળ રહીને કરવામાં આવે છે. આ કારણથી તેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે.
  • 12 જૂન, રવિવારના રોજ પ્રદોષ વ્રત મનાવવામાં આવે છે. આ દિવસે શિવ અને પાર્વતીની વિશેષ પૂજા કરવી જોઈએ.
  • મંગળવાર, 14 જૂને જેઠ મહિનો પૂરો થશે. આ તારીખે સંત કબીરની જન્મજયંતિ પણ છે.
  • બુધવાર, 15 જૂનથી અષાઢ માસનો પ્રારંભ થશે. મિથુન સંક્રાંતિ 15 જૂને છે. આ દિવસે સૂર્ય વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સંક્રાંતિ પર નદીમાં સ્નાન કરીને દાન કરવાની પરંપરા છે.
  • 17 જૂન, શુક્રવારે ગણેશ ચતુર્થીનો ઉપવાસ છે. આ દિવસે ભગવાન ગણેશનું વ્રત કરવું જોઈએ.
  • 24 જૂન, શુક્રવારે યોગિની એકાદશી મનાવવામાં આવશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત કરવું જોઈએ.
  • 26 જૂન, રવિવારના રોજ પ્રદોષ વ્રત મનાવવામાં આવશે.
  • હલહારિણી અમાવસ્યા 28 જૂન મંગળવારના રોજ છે. આ તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. પંચાંગના તફાવતને કારણે 29 જૂને પણ અમાસ રહેશે.
  • અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી 30 જૂન, ગુરુવારથી શરૂ થશે. ગુપ્ત નવરાત્રિમાં મહાવિદ્યાઓ માટે સાધના કરવામાં આવે છે.
Back to top button