અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

24 જૂન “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” સ્થાપના દિનની ઉજવણી નિમિતે સેવાકાર્યો શરુ, સાતમાં વર્ષમાં મંગળ પ્રવેશ

Text To Speech

અમદાવાદ 30 જુન 2024: 24 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળનો સ્થાપના દિન નિમિત્તે ઉજવણી કરાઈ રહી છે ત્યારે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં વિવિધ સેવાકીય કાર્યો કરીને માનવસેવાનો સંદેશો આપી ઉજવણી કરવામાં આવી હતી. અને અમદાવાદ શહેરમાં ઘાટલોડીયા સહિત કુલ ચાર જગ્યાએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉજવણીમાં ભાગ લીધો.

 

એક સપ્તાહ સુધી અવિરત પણે સેવાકીય કાર્યો કરાયા

24 જૂનથી લઈને 30 જૂન સુધી એટલે કે એક સપ્તાહ સુધી અમદાવાદ શહેર સહિત સમગ્ર દેશમાં આવ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) ઘાટલોડીયા જિલ્લા મંત્રી કંદર્પભાઈ દવેનાં જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયાના નેતૃત્વમાં સંગઠનના સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થયા અને 7 માં વર્ષમાં મંગલમય પ્રવેશ થયો તેના અનુસંધાનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ એક સપ્તાહ સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યું છે

જે અનુસંધાને દેશભરમાં સંગઠન દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજે પ્રભાત ચોક ઘાટલોડિયા ખાતે જબરજસ્ત ગરમી અને ઉકળાટ વચ્ચે રસ્તે જતા રાહદારીઓને રાહત મળે તે હેતુથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જાહેરમાં શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઘાટલોડિયા જિલ્લાના કાર્યકર્તાઓ જોડાયા હતા.

આ પણ વાંચો : અમદાવાદ: જોધપૂર હિલ અને ફોર્ટ દ્વારા હળવદ ભવન હોલ સોલા ખાતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન

Back to top button