15 ઓગસ્ટકચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢનો ઓઝત ડેમ રંગાયો તિરંગે

Text To Speech

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગાને લઈને જૂનાગઢ જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે. ત્યારે જૂનાગઢના બાદલપુર ગામ નજીક આવેલા ઓઝત-૨ ડેમ પર તિરંગાઓ લહેરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત વિવિધ સ્થળો તેમજ લોકો પોતાના ઘરે તિરંગો લગાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઓઝત-૨ ડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા તિરંગા લહેરાવવામાં આવ્યા છે. તેમજ ડેમ પર વિવિધ લાઈટોથી તિરંગાની રોશની દ્વારા શણગાર કરવામાં આવ્યો છે.

ઓઝત-૨ ડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા તિરંગા લહેરાવવામાં આવ્યા
ઓઝત-૨ ડેમ પર સિંચાઈ વિભાગ દ્વારા તિરંગા લહેરાવવામાં આવ્યા
Back to top button