અમદાવાદ, 13 ફેબ્રુઆરી 2024, શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે.શહેરમાં કેટલાક દિવસથી એસ.જી હાઇવે પર બાઈક અને કારની ચોરીની એક પછી એક 14 જેટલી ઘટનાઓ બની છે. જેમાં અમદાવાદ ઝોન 1 દ્વારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ જૂનાગઢના છે અને અભ્યાસ તથા રોજગારી મેળવવા માટે અમદાવાદ આવ્યા હતા પણ આર્થિક રીતે ફસાઈ જતાં ચોરીના રવાડે ચડ્યા છે.
દિલીપ અગાઉ પણ ચોરીના કિસ્સામાં ઝડપાયો
રાહુલ ચાંપેનેરી ફક્ત 23 વર્ષનો અને ડેન્ટલનો સ્ટુડન્ટ છે. પરંતુ અભ્યાસમાં ફેલ થયો અને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારી જતા મેડિકલ કોલેજની ફી બાબતે ફાંફાં પડ્યા અને અંતે આર્થિક સંકળામણને કારણે બાઇક ચોરી કરવા લાગ્યો હતો. યોગેશે અમદાવાદ આવીને લોકડાઉન પહેલા પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. પરંતુ લોકડાઉનમાં ગલ્લો બંધ થઈ હતો. જ્યારે દિલીપ અગાઉ પણ ચોરીના કિસ્સામાં ઝડપાયો છે.
ત્રણેય અમદાવાદના એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા
આરોપી રાહુલ ચાંપાનેરી, યોગેશ બોરખતરીયા અને દિલીપ બોરખતરીયા ત્રણેય અમદાવાદના એસ.જી. હાઇવે પર બાઇકની રેકી કરતા હતા અને સરળતાથી જુની ચાવીથી બાઇક ચાલુ થઇ જાય તેવી બાઇકોને ટાર્ગેટ બનાવતા હતા. જ્યારે પોલીસ તો I20 ગાડીની ચોરીના કેસ બાબતે તપાસ કરતી હતી પરંતુ 9 પોલીસ સ્ટેશન વિસ્તારના બાઇક ચોરીના ભેદ ઉકાલાયા છે. જ્યારે ચોરીના બાઇક રેપીડો સર્વિસમાં ચાલતા પોલીસે રેપીડો કંપનીને પણ નોટીસ પાઠવી છે.
આ પણ વાંચોઃકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જેતલપુરમાં દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજનું ઉદઘાટન કર્યું