કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જૂનાગઢ : પોલીસ સાથે ઘર્ષણની ઘટનામાં એકનું મોત, પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા

Text To Speech

જૂનાગઢમાં ગઈકાલે રાત્રે સેંકડો લોકોના ટોળાએ ગેરકાયદે દરગાહને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ગેરકાયદે બાંધકામ સામે વહીવટીતંત્રની સૂચના બાદ ટોળાએ ઉગ્ર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. હુમલાની આ ડેપ્યુટી એસપી, મહિલા પીએસઆઈ અને એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.આ ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા છે.

પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા

મળતી માહીતી મુજબ જૂનાગઢના મજેવડી દરવાજા પાસે પોલીસ સાથે ઘર્ષણની ઘટનામાં પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા છે.જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ લગાવાતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કરી દીધો હતો.રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. હુમલાના આ ઘટનામાં 1 DySP, 2 મહિલા PSI સહિત 5 પોલીસકર્મી અને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટર ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ દ્વારા વીડિયો અને સીસીટીવીના આધારે આ લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.

હાલ સ્થિતિ સામાન્ય

જૂનાગઢના SP રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતુ કે “જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેટ પાસે આવેલી મસ્જિદને 5 દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા નોટિસ આપવામાં આવી હતી. ગઈકાલે ત્યાં લગભગ 500-600 લોકો એકઠા થયા હતા. પોલીસ તેમને સમજાવી રહી હતી કે તેઓ રસ્તો રોકે નહીં. રાત્રે લગભગ 10.15 વાગ્યે પથ્થરમારો થયો અને લોકો પોલીસ પર હુમલો કરવા આવ્યા. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી.  આ મામલે 174 લોકોને પકડવામાં આવ્યા છે. પથ્થરમારાના કારણે પ્રથમ દ્રષ્ટિએ એક નાગરિકનું મોત થયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તે સ્પષ્ટ થશે. વધુ તપાસ ચાલુ છે”

 આ પણ વાંચો : BREAKING: જૂનાગઢમાં દરગાહના મુદ્દે સેંકડો લોકોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

પોલીસે આરોપીઓને મસ્જિદ બહાર મેથીપાક ચખાડ્યો

જૂનાગઢમાં ગત રાત્રીએ પથ્થરમારો કરનાર આરોપીઓ ઝડપી પાડી મસ્જિદ બહાર મેથીપાક આપ્યો હતો. જેનો વિડિયો હાલ સામે આવ્યો છે.

આ પણ વાંચો : વાવાઝોડાના પગલે અનરાધાર વરસાદ, 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ ખાબક્યો

Back to top button