જૂનાગઢઃ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અંગે અગત્યના સમાચારઃ જાણો
- ગરવા ગિરનારને સર કરવા રાજ્યામરના ૧૦૭ સ્પર્ધકો દોટ મુકશે
જૂનાગઢ તા.૧ જાન્યુઆરી, ૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી ૧૨૦૭ જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે. આ સ્પર્ધા ની પસંદગી યાદી તથા રદ થયેલાં નામોની યાદી તથા સ્પર્ધા અંગેની વિગતવાર માહિતી Dydo Junagadh ફેસબુક આઇડી પર મૂકવામાં આવેલી છે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫- ૨૬૩૦૪૯૦ ઉપર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી ૪ વય ગ્રુપમાંથી કુલ ૧૨૦૭ સ્પર્ધકો પસંદગી પામેલા છે. જેમાં ગૃપ પ્રમાણે સિનિયર ભાઈઓ ૫૫૮, જુનિયર ભાઈઓ ૩૬૬, સિનિયર બહેનો ૧૪૯, જુનિયર બહેનો ૧૩૪ સ્પર્ધકો ભાગ લેશે. આ ૪ વિભાગના પ્રથમ ૧૦ વિજેતા સ્પર્ધકોને કુલ રૂ. ૮૪૦૦૦૦ના ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવશે.
અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા. ૫/૧/૨૦૨પના સવારે ૭ કલાકે યોજાનાર છે. પસંદગી પામેલા સ્પર્ધકો એ તા. ૪/૧/૨૦૨૪ના રોજ બપોર પછી ૩ કલાકે સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી, સિનિયર – જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
આ પણ વાંચો…અમદાવાદની રિક્ષાઓમાં આજથી ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું