- કમોસમી વરસાદ ખાબકતા એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ
- પરિક્રમામાં લાખો ભાવિકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા
- અન્નક્ષેત્ર પોતાના સામાન સાથે બહાર નીકળી ગયા હતા
ગિરનારની લીલી પરિક્રમા વહેલી પૂર્ણ થઇ છે. જેમાં અચાનક વરસાદ ખાબકતાં રૂટ પર અફરાતફરી મચી છે. વરસતા વરસાદે 80 હજાર ભાવિકો બહાર નીકળવા માટે ધસી પડયા છે. જંગલમાં મુશળધાર વરસાદથી ઉતારા અને અન્નક્ષેત્રના સમિયાણા પલળી ગયા છે. માવઠાની આગાહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ આગોતરી તૈયારી કરી ન હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાક સુધી માવઠાની આગાહી, જાણો કયા ખાબકશે વરસાદ
કમોસમી વરસાદ ખાબકતા એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ
ગિરનારની લીલી પરિક્રમાના છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદ ખાબકતા એક દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થયેલ છે. સવારે 4 વાગ્યાના અરસામાં અચાનક ગાજવીજ સાથે ગીરનાર જંગલમાં મેઘરાજાએ પધરામણી કરતા જંગલના રૂટ ઉપર રહેલા આશરે 80 હજારથી વધુ ભાવિકોમાં બહાર નિકળવામાં દોડધામ મચી ગયેલ હતી, તો ખોડીયાર ઘોડીથી બોરદેવી સુધીના ઉતારા-અન્નક્ષેત્રના સમિયાણા પલળી ગયા હતા. હજુ 50 હજાર ભાવિકો રૂટ ઉપર છે. ગિરનારની ગોદમાં પરિક્રમામાં લાખો ભાવિકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ વર્ષે રેકોર્ડ બ્રેક 13.34 લાખ ભાવિકો ઉમટી પડયા હતા, જેમાંથી સાંજ સુધીમાં 12.84 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરીને વતન ભણી રવાના થયેલા છે, ગત રાતે 8 વાગ્યે પરિક્રમાના રૂટ ઉપર નળપાણીની ઘોડીથી બોરદેવીના ગેઇટ સુધીમાં આશરે 80 હજારથી વધુ ભાવિકો રૂટ ઉપર હતા, ત્યારે 4 વાગ્યે અચાનક માવઠું વરસતા જંગલમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
આ પણ વાંચો: ગુજરાત: સુરતમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ
અન્ય 50 હજાર જેટલા ભાવિકો રૂટ ઉપર છે
સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 13.34 લાખ ભાવિકો પૈકી 12.84 લાખ ભાવિકો બોરદેવી વટાવીને પરિક્રમા પૂર્ણ કરીને બહાર નીકળી ગયા હતા. જયારે અન્ય 50 હજાર જેટલા ભાવિકો રૂટ ઉપર છે. બહાર નીકળેલા ભાવિકો ઝડપી ઘરે પહોંચવા માટે જે વાહન મળે તેમાં બેસીને વતન તરફ્ વાટ પકડી હતી, જેને લઈને પરિક્રમા એક દિવસ વહેલી પૂર્ણ થયેલ અને ભવનાથના માર્ગો અને તળેટી ખાલી જોવા મળી રહી હતી, અચાનક વરસાદથી ખોડીયાર ઘોડીથી નળ પાણીની ઘોડી, બોરદેવી સુધીમાં રહેલા 40 જેટલા ઉતારા-અન્નક્ષેત્રના સમિયાણા પલળી ગયા હતા, જે આજે સવારથી તમામ અન્નક્ષેત્ર આટોપી લઈને બહાર નીકળી જશે, જયારે આગળ જીણા બાવાની મઢીથી માળવેલા સુધીના 40 જેટલા અન્નક્ષેત્ર ગઈકાલે જ પોતાના સામાન સાથે બહાર નીકળી ગયા હતા.