કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

જૂનાગઢ પૂર્વ MLAની કારને નડ્યો અકસ્માત, કોંગ્રેસના બે નેતા થયા ઘાયલ

Text To Speech

શહેરમાં ઠેર ઠેર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે જૂનાગઢ પૂર્વ MLA ભીખા જોશીની કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ભીખા જોશી અને વાડદોરિયા ઘાયલ થયા છે. ચોટીલા-રાજકોટ હાઇવે પર આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂર્વ MLA ભીખા જોશીની કાર પલટી જતા અકસ્માત સર્જાયો છે.

ભીખાભાઇ જોશી -HUMDEKHENGENEWS

કોંગ્રેસના નેતાની કારને નડ્યો અકસ્માત

જૂનાગઢ પૂર્વ MLA ભીખા જોશીની કારને ચોટીલા-રાજકોટ હાઇવે પર અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં જૂનાગઢ પૂર્વ MLA ભીખા જોશી અને કરશન વાડદોરિયાને ઇજા પહોંચી હતી. જેથી તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બેફામ વાહન ચાલકોને લીધે કેટલાય લોકોએ જીવ ગૂમાવાનો વારો આવે છે. ત્યારે કેટલાક લોકો દ્વારા વાહન ચલાવવામાં બેદરકારી દાખવતા પણ અસક્માતની ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે જૂનાગઢના પૂર્વ MLAની કારને અકસ્માત નડ્યો હતો. ભીખાભાઇ જોશીની કાર પલટી ખાઇ ગઇ હતી. ભીખાભાઇ જોશી કોંગ્રેસના પૂર્વ MLA છે. વર્ષ 20017માં તેઓ જૂનાગઢમાં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.

આ પણ વાંચો :રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટના, PM મોદીએ કરી સહાયની જાહેરાત

Back to top button