જૂનાગઢ : કેશોદમાં રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની પરિવહન અને પ્રવાસન રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અરવિંદભાઈએ રાષ્ટ્રધ્વજને આન, બાન અને શાન સાથે સલામી આપી, નાગરિકોને ૭૬માં રાષ્ટ્રીય પર્વની શુભકામના પાઠવી હતી. તેમજ રૈયાણીએ ખુલ્લી જીપમાં સુરક્ષા દળોની સલામી ઝીલી પરેડ નિરીક્ષણ કરવાની સાથે લોકોનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ લાભુબેન પીપળીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માધાભાઈ બોરીચા, વંદનાબેન મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, કલેકટર રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, નાયબ વન સંરક્ષક સુનિલ બેરવાલ, નિવાસી અધિક કલેકટર એલ.પી. બાંભણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.જે. જાડેજા, પ્રાંત અધિકારી ગલચર, નગરસેવકો, અગ્રણી પ્રવીણભાઈ ભાલાળાના સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય, શિક્ષણ,મહેસુલ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું
કેશોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સન્માન-પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. જેમાં મહેસુલ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે વંથલીના આસીસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી,જૂનાગઢ કલેકટર કચેરીના નાયબ મામલતદાર પી.આર. રાયજાદા, કલાર્ક એચ.એલ.પટેલ, જૂનાગઢ જિલ્લામાં પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી માટે પીએસઆઈ ડી.એમ.જલુ, એએસઆઈ વિક્રમભાઇ કાનાભાઇ ચાવડા, કોન્સટેબલ વિમલભાઇ ધનજીભાઇ ભાયાણીનું સન્માન કરવામાં આવ્યું હતુ. જિલ્લાના કલસ્ટર કક્ષાના પ્રતિભાશાળી શિક્ષકોમાં મદદનીશ શિક્ષક રાજમહેલ, પ્રાથમિક શાળા કેશોદના ચેતનભાઇ બી.પુરોહીત, તથા બડોદર પ્રાથમિક શાળાના પ્રવિણભાઇ મહિડા,આરોગ્ય ક્ષેત્રે ડૉ. નૈતિક છત્રાળા, મેડીકલ ઓફિસર, લીંબુડાના ડો. કુલદીપ રાખસીયા,વન્ય પ્રાણી સંરક્ષણ તેમજ સામાજીક વનીકરણની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કર્મચારીમાં વનરક્ષક, કેશોદના કુ.ડી.બી.જોટવા, વનપાલ, જૂનાગઢના વી.બી.ભેડાનું સન્માન કરવામાં આવ્યું હતુ. ૧૦૮ સેવા, મહિલા હેલ્પ લાઇન કરૂણા એનીમલ, મોબાઇલ હેલ્થ યુનિટમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ કર્મચારીમાં પાયલોટ-૧૦૮ જસ્મીન બાલાસરા, મેડીકલ ઓફિસર ચંદ્રકાંત રામાણી, જયદિપભાઇ સિંધવ, ૧૮૧ના ડાયબેન માવદિયા. આંગણવાડી કાર્યકર તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનાર માંગરોળ-૩૮ના વાસંતીબેન મેધજીભાઇ ગોહેલ, ઇન્ટેલીજન્સ બ્યુરોના વાય.એચ.બેલીમ, આસી. ઇન્ટેલીજન્ટ એમ.બી.માઢકનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.