મોરબીની દુર્ઘટનાથી સરકારી તંત્રએ શીખ લઇ લીધી છે તેવું લાગી રહ્યું છે. જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં જોખમી પુલ પર બોર્ડ લગાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જુનાગઢ શહેરમાં યોજાનાર ગિરનાર પરિક્રમાના યાત્રીઓ માટે ખાસ ટ્રેન શરૂ કરાશે અને 14 જેટલી ટ્રેનોમાં કોચ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘટનાઃ કોને બચાવી રહી છે સરકાર ? ‘હમ દેખેંગે’ પૂછે છે આ 5 સવાલ
14 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે વર્ષોથી યાત્રીઓ મહિલાઓ અને બાળકોના જીવ જોખમમાં નાખીને ટ્રેન પર બેસીને કે ટ્રેનમાં બારીઓ અને બારણાઓમાં લટકતા આવતા હતા. હવે ખાસ ટ્રેન શરૂ થતાં યાત્રીઓની સુવિધામાં વધારો થશે. જેમાં ભાવનગર ડિવિઝનના અધિકારી શંભુ સિંહે જણાવ્યું કે,જુનાગઢમાં 4 નવેમ્બર, 2022થી 8 નવેમ્બર, 2022 દરમિયાન યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે, જુનાગઢ અને કાંસીયા નેશ સ્ટેશન વચ્ચે 1 નવેમ્બર, 2022થી 8 નવેમ્બર, 2022 દરમિયાન “મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. તેમજ 14 ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ જાંબુઘોડા ખાતે રૂ.885 કરોડના વિકાસકામોની ભેટ આપતાં કહી મહત્વની વાત
સ્પેશિયલ ટ્રેન વિશેની માહિતી:
મેલા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 11:10 કલાકે ઉપડશે અને 13:20 કલાકે કાંસીયા નેશ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરત ફરતા, મેળા સ્પેશિયલ ટ્રેન કાંસીયા નેશ સ્ટેશનથી 13:40 કલાકે ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને 16:00 કલાકે પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે. બ્રોડગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 22957 / 22958 / 19119 / 19120 વેરાવળ – અમદાવાદ – વેરાવળ, ટ્રેન નંબર 19207 / 19208 વેરાવળ –પોરબંદર–વેરાવળ, ટ્રેન નંબર 09514 / 09515 / 09522 / 09521 વેરાવલ- રાજકોટ – વેરાવલ અને મીટર ગેજ લાઇન પર દોડતી ટ્રેન નંબર 09539 / 09540 અમરેલી – જૂનાગઢ – અમરેલી અને ટ્રેન નંબર 09531 / 09532 જૂનાગઢ – દેલવાડા – જૂનાગઢ ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે.