જુનાગઢ: ગિરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારના સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો
- આ અભ્યાસમાં 182 ચોરસ કિલોમીટરનો એરીયા લેવામાં આવ્યો હતો
- મંદિરની આસપાસના વિસ્તારોમાં થયેલા બાંધકામના કારણે આ ઘટાડો થવા પામ્યો
- મૂળ 94 ટકા વિસ્તાર હતો તે 20 વર્ષમાં ઘટીને 83 ટકા થઈ ગયો
જુનાગઢમાં ગિરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારના સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ગિરનાર પર્વતની આસપાસનો જંગલ વિસ્તાર ઘટ્યો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા 20 વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં 11 ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે.
મૂળ 94 ટકા વિસ્તાર હતો તે 20 વર્ષમાં ઘટીને 83 ટકા થઈ ગયો
સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન (ઈ) ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઇઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા 20 વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે. વર્ષ 2000થી લઈને 2020ના ગાળાને લઈને શ્રદ્ધા શિંદે દ્વારા ત્રણ ટાઇમ ફ્રેમમાં આ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરની આસપાસનો વિસ્તાર લેવામાં આવ્યો હતો અને તેનું ત્રણ દશકના સમયાંકનમાં જોવામાં આવતાં આજે આ વિસ્તાર 2000ની સાલમાં 171.64 ચોરસ કિલોમીટરનો હતો. જે વર્ષ 2010માં ઘટીને 167. 44 ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો. 10 વર્ષ બાદ 2020માં 149.97 ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો. મૂળ 94 ટકા વિસ્તાર હતો તે 20 વર્ષમાં ઘટીને 83 ટકા થઈ ગયો છે.
આ અભ્યાસમાં 182 ચોરસ કિલોમીટરનો એરીયા લેવામાં આવ્યો હતો
2000ની સાલમાં કુલ વિસ્તારમાં 94 ટકા જંગલ હતું. જે ઘટીને 2020માં 83 ટકા થઈ ગયું છે. આ અભ્યાસમાં 182 ચોરસ કિલોમીટરનો એરીયા લેવામાં આવ્યો હતો. જે ગિરનાર જંગલ વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં એરિયાનું સેમ્પલ 197થી 1031 મીટર એરિયાનું રાખવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં એક ગામ પણ આવે છે, જ્યાંની વસ્તી 55ની છે. આવું થવાનું મુખ્ય કારણ મંદિરની આસપાસના વિસ્તારોમાં થયેલા બાંધકામના કારણે આ ઘટાડો થવા પામ્યો છે.