જુનાગઢ: લીલી પરિક્રમા પદયાત્રીઓ માટે 108ની સુવિધા 24X7 શરૂ, એક દિવસમાં જાણો કેટલા દર્દી આવ્યા


- યાત્રાળુના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઊભા કરાયા
- પરિક્રમાના પહેલાં દિવસે જ 108 સેવાની 123 જેટલાં દર્દીઓએ સેવા લીધી છે
- 37 જેટલા પરિક્રમારૂટ પર સ્થળાંતર કરવામાં 108 એ મહત્ત્વની ભૂમિકા ભજવી
જુનાગઢમાં લીલી પરિક્રમા શરુ થઈ ચૂકી છે. લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને 108ની સેવા સહિત અનેક સુવિધાઓ ગોઠવવામાં આવી છે. લીલી પરિક્રમા પદયાત્રીઓ માટે 108ની સુવિધા 24X7 ચાલુ રહેશે. જેમાં પરિક્રમાના પહેલાં દિવસે જ 108 સેવાની 123 જેટલાં દર્દીઓએ સેવા લીધી છે.
https://twitter.com/collectorjunag/status/1856620129880019047
યાત્રાળુના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઊભા કરાયા
જુનાગઢ જિલ્લાના કલેક્ટર માર્ગદર્શન હેઠળ લીલી પરિક્રમાના 36 કિ.મી. માર્ગમાં યાત્રાળુના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઊભા કરાયા છે. તેમજ આ સાથે 16 એમ્બ્યુલન્સ પણ ખડે પગે રાખવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં 108 દ્વારા 123 દર્દીઓની સ્થળ પર જ સારવાર કરી યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
37 જેટલા પરિક્રમારૂટ પર સ્થળાંતર કરવામાં 108 એ મહત્ત્વની ભૂમિકા ભજવી
ઉલ્લેખનીય છે કે ભવનાથ પોલીસ સ્ટેશન, મેંદપરા, બિલખા રામનાથ મંદિર, ભવનાથ એન્ટ્રીગેટ, કાળવા ચોક તરફ, ભવનાથ પાર્કિંગ, રેલ્વે સ્ટેશન, ગિરનાર પર્વત પાસે, વંથલી બાયપાસ હાઇવે રોડ પર આ સેવા સ્થળાંતરિત કરી અને ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સિવાય પરિક્રમાને લગતાં લગભગ 37 જેટલા પરિક્રમારૂટ પર સ્થળાંતર કરવામાં 108 એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે GPSC દ્વારા ભરતી બહાર પાડવામાં આવી