ટોપ ન્યૂઝનેશનલ

ભારત આવતા ચિત્તાની સામે આવી પ્રથમ ઝલક, જુઓ VIDEO

Text To Speech

ચિત્તા 70 વર્ષ પછી ભારત પરત ફરશે. દેશમાંથી લુપ્ત થયેલા આ જીવને નામીબિયાથી લાવવામાં આવશે અને શનિવારે મધ્યપ્રદેશના કુનોમાં છોડવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. નામિબિયાથી લાવવામાં આવેલા આ ચિત્તાઓનો પહેલો વીડિયો સામે આવ્યો છે.

પ્રોજેક્ટ ચિત્તા સાથે જોડાયેલી હકીકતો

  • પ્રોજેક્ટ ચિત્તા ચીફ એસપી યાદવે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવી છે. તેમના કહેવા પ્રમાણે, નામીબિયાથી ચિત્તા બોઈંગ 747 દ્વારા એટલે કે જમ્બો જેટ દ્વારા આવશે. આ એરક્રાફ્ટની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે જેથી ઈંધણ ભરવા માટે રોકવાની જરૂર ન પડે અને ચિત્તા ઈન્ડિયા ડાયરેક્ટ આવે. આ એરક્રાફ્ટ દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે રોકાયા વગર ઉડી શકે છે.
  • ફ્લાઇટમાં 8 ચિત્તાઓ સાથે ક્રૂ, વન્યજીવ નિષ્ણાતો, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, નામિબિયામાં ભારતના હાઈ કમિશનર હાજર રહેશે. આ ઉપરાંત ચિત્તા એક્સપર્ટ લોરી માર્કર તેમના 3 જીવવિજ્ઞાનીઓ સાથે હાજર રહેશે.
  • ચિત્તાઓ માટે આંતરરાષ્ટ્રીય ધોરણના વિશેષ ક્રેટ્સ હશે. આ લાકડામાંથી બનાવવામાં આવશે. ચિત્તા 16 સપ્ટેમ્બરે સાંજે 5 વાગ્યે નામીબીયાથી નીકળશે અને 17 સપ્ટેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે કુનો પહોંચશે.
  • તમામ ચિત્તાઓ પર દેખરેખ માટે સેટેલાઇટ રેડિયો કોલર લગાવવામાં આવશે. જેનાથી તેમનું સ્થાન જોવાતું રહેશે. દરેક ચિત્તા પર નજર રાખનાર વ્યક્તિ હશે જે તેમની હિલચાલ અને દરેક અપડેટ વિશે માહિતી આપશે.
  • PM મોદી કુનોમાં 3 ચિત્તા છોડશે. બાકીના ચિત્તાઓને પછીથી પોતાના વિસ્તારોમાં છોડવામાં આવશે.
Back to top button