ગુજરાતટ્રેન્ડિંગ

21 જુલાઈનો દિવસ ગુજરાત વિધાનસભા માટે હશે ખાસ, કંઈક નવું જોવા મળશે

Text To Speech

ગુજરાત વિધાનાસભામાં એક અનોખી ઘટના બનવા જઈ રહી છે. જેમાં એક દિવસ માટે કોઈ પણ ચૂંટાયેલા ધારાસભ્યો નહીં પરંતું રાજ્યના વિદ્યાર્થીઓ હાજર રહેશે. વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યની આગેવાની હેઠળ ગુજરાત વિધાનસભામાં એક નવો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. આ અંગેના આયોજનની રૂપરેખા પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ અંગેની માહિતી આપતાં વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું કે, યુવાનોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને, તેની ચર્ચા કેવી રીતે થાય વગેરે રૂબરૂ શીખી શકાય એ મુખ્ય હેતુ છે. જે 21 જુલાઈના રોજ આ કાર્યક્રમ યોજાશે. જેમાં પસંદ કરાયેલા 182 વિદ્યાર્થીઓ વિધાનસભા ચલાવવા માટે તૈયાર રહેશે.

આ માટેની તમામ પ્રક્રિયા જિલ્લા સ્તરે શરૂ થઈ હતી. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, અમરેલી, કચ્છ, ગાંધીનગર, જામનગર, આણંદ, ગોંડલ, મહેસાણા, નડિયાદ જેવા ઝોનલ વિસ્તારમાંથી યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે સંકળાયેલી 3500 જેટલી સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે પૈકી 390 સ્કૂલ સંચાલકોએ પોતાની સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવડાવ્યો હતો. જેમાં આની ઈન્ટરવ્યુ પ્રક્રિયા બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલી હતી.

Gujarat vidhansabha

એક દિવસ માટે ધારાસભ્ય પદે નક્કી કરવામાં આવેલા યુવા વિધાનસભાના કેબિનેટ મંડળના સભ્યોએ શનિવારના રોજ બપોરે ગાંધીનગર વિધાનસભા ખાતે સાંજના 6.30 વાગ્યા સુધી રિહર્સલ કર્યું હતું. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય સાથે પણ મુલાકાત કરી હતી. આ રિહર્સલમાં રાજ્યમાં પેપર લીક, રોજગારી, ખાડાં સહિતની સમસ્યા, સરકારી સ્કૂલો બંધ થાય છે અને ખાનગીક૨ણ વધ્યું છે, બિલ રજૂ થશે, પ્રશ્નોત્તરી, બજેટ ડૉ. નિમાબેન પર ચર્ચા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન સ્કૂલ પોસ્ટ સંસ્થા દ્વારા ક૨વામાં આવશે.

મુખ્યમંત્રી (CM) સહિત કોની કયાં વિસ્તારમાંથી પસંદગી

1) રોહન રાવલ – મુખ્યમંત્રી (અમદાવાદ)

2) મિશ્રી શાહ – વિધાનસભા અધ્યક્ષ (વડોદરા)

3) ગૌતમ દવે – વિપક્ષના નેતા (ગાંધીનગર)

4) હર્ષ સાંઘાણી – કૃષિ મંત્રી (અમદાવાદ)

5) મનન ચાવડા – શિક્ષણ મંત્રી (અમરેલી)

6) યશ પટેલ – રમત-ગમત મંત્રી (વડોદરા)

7) કશિષ કાપડી – વન અને પર્યાવરણ મંત્રી (અમદાવાદ)

8) મેઘાવી દવે – કુટિર ઉદ્યોગ મંત્રી (ગાંધીનગર)

9) હર્ષિલ રામાણી – આદિજાતિ વિકાસ મંત્રી (અમદાવાદ)

10) જય વ્યાસ – કાયદા મંત્રી (વડોદરા)

11) રાજન મારુ – ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી (રાજકોટ)

12) નીલય ડાઘલી – શ્રમ અને રોજગાર મંત્રી (સુરેન્દ્રનગર)

12) શ્રેયા પટેલ – મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (અમદાવાદ)

13) શ્રુષ્ટિ નિહલાની – પેટ્રોલિયમ મંત્રી (વડોદરા)

14) યશસ્વી દેસાઈ – મત્સ્ય ઉદ્યોગ મંત્રી (વડોદરા)

15) પ્રિન્સ – સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી (અમરેલી)

ધારાસભ્ય (MLA) તરીકે કયાં વિસ્તારમાંથી કેટલા વિદ્યાર્થીની પસંદગી

અમદાવાદ – 63, ગાંધીનગર – 21, વડોદરા – 14, અમરેલી – 7, જામનગર – 4, આણંદ – 1, રાજકોટ – 39, સુરત – 16, કચ્છ – 10, ગોંડલ – 5, મહેસાણા – 1, નડિયાદ – 1  આગામી 21 જુલાઈના રોજ આ તમામ વિદ્યાર્થીઓને એક દિવસ માટે મંત્રી અને ધારાસભ્ય બનવાનો અવસર મળશે જેને લઈ તમામ વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલિયોમાં ખુંશીનો માહોલ જોવા મળી રહ્યો છે.સાથે સાથે તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Back to top button