મનોરંજન

જૂહી ચાવલાએ મુંબઈની ‘દુર્ગંધયુક્ત’ હવા પ્રશ્ન ઉભો કરતા ફડણવીસે અભિનેત્રી પર જ ઉઠાવ્યા સવાલ

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા ઘણીવાર સામાજિક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતી રહે છે. ત્યારે હાલમાં જ ‘હુશ હુશ’ વેબ સિરીઝમાં જોવા મળેલી જુહી ચાવલાએ હવે મુંબઈની હવામાં દુર્ગંધ અને પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે તેના વાયરલ ટ્વીટ પર પગલાં લેવાને બદલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  અભિનેત્રીને તેની જીભ સંભાળીને વાત કરવાની સલાહ આપી છે. જૂહીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે શ્વાસ લેતી વખતે ગટર જેવી દુર્ગંધ આવે છે. જેના જવાબમાં દેવેન્દ્ર ફડવાણીએ સમસ્યાના ઉકેલની વાત કરવાને બદલે કહ્યું કે મુંબઈ આંતરરાષ્ટ્રીય શહેર છે અને જૂહીએ આવી વાત ન કરવી જોઈએ.

જૂહીએ ટ્વિટ કરી લોકોને પુછ્યું

જૂહી ચાવલાએ શનિવારે ટ્વિટર પર એક પછી એક બે ટ્વિટમાં કહ્યું, ‘શું કોઈએ નોંધ્યું છે કે મુંબઈની હવામાં દુર્ગંધ આવે છે. અગાઉ આ દુર્ગંધ ખાડીઓ (વરલી અને બાંદ્રા, મીઠી નદી પાસેના ગંદા પાણીના વિસ્તારો) પાસે વાહન ચલાવતી વખતે આવતી હતી. પરંતુ હવે આ દુર્ગંધ આખા દક્ષિણ મુંબઈમાં છે. અહીં એક વિચિત્ર રાસાયણિક પ્રદૂષણ છે.’ જુહીએ તેના આગામી ટ્વીટમાં લખ્યું, ‘લાગે છે કે આપણે દિવસ-રાત ગટરમાં જીવી રહ્યા છીએ.’

 કાર્યવાહી કરવાને બદલે અભિનેત્રી પર ઉઠાવ્યા સવાલ

સોમવારે જ્યારે દેવેન્દ્ર ફડણવીસને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પ્રદૂષણ પર કાર્યવાહી કરવાને બદલે અભિનેત્રી પર જ સવાલો ઉઠાવ્યા હતા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ‘મુંબઈ એક મહાન શહેર છે. એ વાત સાચી છે કે શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના કારણે લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે સરકાર બદલાઈ છે. હવે મુંબઈ બદલાવા જઈ રહ્યું છે. તેથી મુંબઈ વિશે આ રીતે વાત કરવી ખોટું છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય શહેર છે, તેથી સેલિબ્રિટીઓએ આવા નિવેદનો આપતા પહેલા બે વાર વિચારવું જોઈએ.

આ પણ વાંચો: NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈ હોસ્પિટલમાં કરાયા દાખલ

Back to top button