ટ્રેન્ડિંગમનોરંજન

બોક્સ ઓફિસ પર ‘જુગ જુગ જિયો’ની ધૂમઃ જાણો-10 દિવસમાં કેટલું કલેક્શન ?

Text To Speech

રીસન્ટલી રિલીઝ થયેલી ફેમિલી ડ્રામા ફિલ્મ ‘Jug Jugg Jeeyo’બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝ થયાના ફર્સ્ટ વીકના એન્ડિંગમાં ફિલ્મના કલેક્શનમાં વધારો થયો છે. રિલીઝના 10મા દિવસે મલ્ટી સ્ટાટર ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ દ્વારા ‘જુગ જુગ જિયો’ ફિલ્મના સેકન્ડ વીકના કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

ફિલ્મ ક્રિટીક તરણ આદર્શે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘જુગ જુગ જિયો’ ફિલ્મના 10મા દિવસના કલેક્શનો આંકડો શેર કર્યો છે. તરણ આદર્શે લખ્યું છે કે, ‘જુગ જુગ જિયો’ ફિલ્મ રિલીઝના 10માં દિવસે જોરદાર પ્રદર્શન કરીને બોક્સ ઓફિસ પર 6.10 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે વરૂણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતૂ કપૂર એન્ડ મનીષ પોલ સ્ટારર આ ફિલ્મનું
ટોટલ કલેક્શન 67.54 કરોડ નજીક પહોંચી ગયું છે. રિલીઝના બીજા અઠવાડિયા બાદ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરતી જોવા મળી રહી છે.

જુગ જુગ જિયો ફિલ્મ

‘જુગ જુગ જિયો’ ફિલ્મની છેલ્લા 10 દિવસમાં બોક્સ ઓફિસ પરની સફર ઉતાર-ચઢાવવાળી રહી છે. રિલીઝ થયાના ત્રણ દિવસમાં ફિલ્મે 36 કરોડની કમાણી કરી હતી. એ પછી ફિલ્મના ડિરેક્ટર્સ એન્ડ પ્રોડ્યુસર્સને આશા હતી કે ફિલ્મ વધુ કલેક્શન કરશે. પરંતુ તે પછીના 4 દિવસમાં ફિલ્મ માત્ર 19 કરોડની જ કમાણી કરી હતી. જો કે, બીજા સપ્તાહમાં ફિલ્મ ફરી એકવાર સારુ કલેક્શન કરતી જોવા મળી રહી છે.

Back to top button