પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો ચૂકાદો અનામત, જાણો મેડિકલ જામીન અરજી પર શું દલીલો થઈ ?
- પ્રજ્ઞેશ પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે તેને કેન્સર હોવાથી જામીન આપો
- ટાટા મેમોરિયલ હોસ્પિટના કાગળિયા કોર્ટે સમક્ષ મુકાયા
- મોઢામાં ક્યાં કેન્સર છે તે ભાગનો સ્કેચ કોર્ટમાં રજૂ કરાયો
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રગ્નેશ પટેલને કેન્સરની બીમારી હોવાથી આ અરજી દાખલ કરી છે. જ્યારે સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલના મેડિકલ ગ્રાઉન્ડ પરની જામીન અરજીની સુનાવણીમાં ગ્રામ્ય કોર્ટમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ અને સરકારી વકીલ વચ્ચે દલીલો થઈ હતી.
પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર આજે થઈ હતી સુનાવણી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલના વકીલ નિસાર વૈદ્ય અને સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ કોર્ટરૂમમાં દલીલો કરી હતી. સુનાવણીમાં પ્રજ્ઞેશ પટેલના વકિલે દલિલ કરી હતી કે “પ્રગ્નેશ પટેલની રેગ્યુલર ટ્રિટમેન્ટ ચાલુ છે, અને કોર્ટ તેની તપાસ કરી શકે છે તેને કેન્સર જેવી ગંભીર બીમારી છે. અને જો ઈલાજ છૂટી જશે તો બીમારી વધવાની શકયતા છે. આજે પ્રજ્ઞેશ પટેલના વકિલે કોર્ટમાં રજૂઆત કરી કે તેને 2019થી મોઢાનું કેન્સર છે. આ સાથે ટાટા મેમોરિયલ હોસ્પિટના કાગળિયા કોર્ટે સમક્ષ મુકાયા હતા જેમાં પ્રજ્ઞેશ પટેલને મોઢામાં ક્યાં કેન્સર છે તે ભાગનો સ્કેચ રજૂ કરાયો હતો. અને નિસાર વૈદ્યએ કહ્યું હતુ કે જો પ્રજ્ઞેશ પટેલની સારવાર છૂટશે તો તેનું કેન્સર બીજા સ્ટેજ પર પહોંચી જશે “
આ પણ વાંચો : જાહેર કાર્યક્રમમાં થયેલ રકઝક મામલે રિવાબા જાડેજાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?
જાણો સરકારી વકીલે શું દલીલ કરી
પ્રજ્ઞેશ પટેલના વકીલની દલિલની સામે સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે અહીં સારવાર ઉપલબ્ધ છે તો મુંબઈ જવાનું કારણ શું” , ” નવેમ્બર 2019 પછી આરોપીએ સારવાર લીધી નથી, પેપર્સ 2019 સુધી રજુ કરાયા તે રસીદો જ છે. “પેપરમા સારવાર કરાવી કે નહીં તે જાહેર થતુ નથી, જો કે આ જામીન અરજી પર કોર્ટ 19 ઓગસ્ટે ચુકાદો આપશે.
વધુ સુનાવણી 19 ઓગસ્ટે યોજાશે
જો કે આ મામલામાં , જામીન અરજી પર વધુ સુનાવણી 19 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે તેવું કોર્ટે જણાવ્યું હતું.
પ્રજ્ઞેશ પટેલ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ
હાલ પ્રજ્ઞેશ પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં અમદાવાદ જેલમાં બંધ છે. પરંતું પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર અમદાવાદ જિલ્લા ન્યાયાલયમાં વચગાળાની જામીન અરજી ફાઈલ કરી હતી.જેમાં તેને મોઢાનું કેન્સર હોવાથી તેને મુંબઈની ટાટા હોસ્પિટલમાં સારવાર અર્થે જવાનું રહે છે આ આધાર પર જામીન અરજી કરી હતી. જો કે, પ્રજ્ઞેશના વકીલ દ્વારા પુરતા કાગળ કોર્ટ સમક્ષ અને સરકારી વકીલ સમક્ષ રજુ ન કરાતા કોર્ટે જામીન અરજીનો ચૂકાદો અનામત રાખ્યો છે.
આ પણ વાંચો : માનવતા મરી પરવારી! મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું,પોલીસે શરુ કરી તપાસ