ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

જ્યુબિલન્ટ બેવરેજ હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સમાં 40 ટકા હિસ્સો ખરીદશે

નવી દિલ્હી, 2 મે, 2025: કોમ્પીટીશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ જ્યુબિલન્ટ બેવરેજ લિમીટેડ અને હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ પ્રાયવેટ લિમીટેડ (એચસીસીએચ) વચ્ચેની શેર હસ્તાંતરણને લીલીઝંડી આપી દીધી છે. જેના પગલે જ્યુબિલન્ટ હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સમાં 40 ટકા હિસ્સો ખરીદશે.

આશરે 10,000 કરોડની કરશે ચૂકવણી, મળશે 40 ટકા હિસ્સો

કંપનીએ જો કે નાણાંકીય લેવડદેવડનો ખુલાસો કર્યો નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સમાં 40 ટકા હિસ્સેદારી માટે આશરે રૂ. 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે તેમ મનાય છે.

કોકા-કોલા કંપની બોટલિંગ કામગીરીમાં પોતાનો હિસ્સો વેચી રહી છે

આ સોદો કોકા-કોલા કંપનીની વૈશ્વિક સ્તરે તેના બોટલિંગ કામગીરીમાં હિસ્સો વેચવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. HCCBL 13 ફેક્ટરીઓ ધરાવે છે. કંપની વિવિધ પીણાં/પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે.

2,000 કરોડ રૂપિયામાં બોટલિંગ પ્લાન્ટનું સંપાદન

નોંધનીય છે કે ગયા સપ્તાહની શરૂઆતમાં, સીસીઆઇ એ કંધારી ગ્લોબલ બેવરેજીસના કોકા-કોલાના બોટલિંગ પ્લાન્ટને 2,000 કરોડ રૂપિયામાં હસ્તગત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, કોકા-કોલાએ તેના ભારતીય બોટલિંગ વ્યવસાય – હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ (HCCBL) – માં 40 ટકા હિસ્સો જ્યુબિલન્ટ ઇન્ડિયન ગ્રુપને વેચવાની જાહેરાત કરી હતી.

આ સોદામાં સામેલ કંપનીઓ વિશે જાણો

હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સ (HCCH) એક હોલ્ડિંગ કંપની છે. ભારતમાં તેનો કોઈ સ્વતંત્ર પ્રતિનિધિ નથી. એટલાન્ટા સ્થિત કોકા-કોલા કંપની જૂથ સાથે સંકળાયેલી આ કંપની હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ (HCCB)ની પેટાકંપની છે. જ્યુબિલન્ટ બેવરેજીસ અને જ્યુબિલન્ટ બેવકો નવા સાહસો છે. બંને જ્યુબિલન્ટ ભારતીયા ગ્રુપના નેજા હેઠળના છે.

આ પણ વાંચોઃ 5 મે, 2025: કુંભ રાશિના લોકોને કોઈ સમસ્યાની ચિંતા પરેશાન કરી શકે છે

Back to top button