ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

JSW MG મોટરે ટાટા કેપિટલ સાથે કરી પાર્ટનરશીપ, ડીલરોને મળશે આ લાભ

Text To Speech
  • JSW MG મોટર ઇન્ડિયા વર્ષ 2024 સુધી MG મોટર ઇન્ડિયા તરીકે જાણીતી હતી, જે ભારતની ઓટોમોબાઈલ ઉત્પાદન કંપની છે

HD ન્યૂઝ ડેસ્ક, 18 જૂન: JSW MG મોટર ઇન્ડિયાએ તેના ડીલરોને ભંડોળ પૂરું પાડવા માટે આજે મંગળવારે ટાટા કેપિટલ સાથે પાર્ટનરશીપ કરી છે. કંપનીના નિવેદન અનુસાર, પાર્ટનરશીપનો હેતુ JSW MG મોટર ઈન્ડિયા ડીલરોને કાર્યકારી મૂડી, ટર્મ લોન, ડેમો કાર લોન, લીઝિંગ સોલ્યુશન્સ અને ઓફ-બેલેન્સ શીટ સ્ટ્રક્ચર્ડ સોલ્યુશન્સ સાથે તેમની વધતી જતી બિઝનેસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે મદદ કરવાનો છે. JSW MG મોટર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર સતીન્દર સિંહ બાજવાએ જણાવ્યું હતું કે, “ટાટા કેપિટલ સાથેની ભાગીદારી કંપનીના ચેનલ ફંડિંગ વિકલ્પોને વિસ્તૃત કરશે.”

JSW MG Motor India
@JSW MG Motor India

 

ડીલર પાર્ટનર્સને ફાઇનાન્સ સોલ્યુશન મળશે

સતીન્દર સિંહ બાજવાએ વધુમાં કહ્યું કે, “આ વ્યૂહાત્મક પાર્ટનરશીપ અમારા ડીલર પાર્ટનર્સને નાણાકીય ઉકેલો પ્રદાન કરવા અને તેમના વ્યવસાયને ટકાઉ રીતે વધારવા માટે પ્રોત્સાહિત કરવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.” પાર્ટનરશીપ અંગે ટિપ્પણી કરતા, ટાટા કેપિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (SME ફાયનાન્સ) નરેન્દ્ર કામથે જણાવ્યું હતું કે, “અમારી પ્રોડક્ટ્સ JSW MG મોટર ઇન્ડિયાના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને યોગ્ય સંસાધનો સાથે ઉભરતી તકોને એકીકૃત રીતે ટેપ કરવા સક્ષમ બનાવશે.”

આ એક સંયુક્ત સાહસ છે

JSW MG મોટર ઇન્ડિયા વર્ષ 2024 સુધી MG મોટર ઇન્ડિયા તરીકે જાણીતી હતી. તે ભારતની ઓટોમોબાઈલ ઉત્પાદન કંપની છે. તેની સ્થાપના 2019માં કરવામાં આવી હતી. વર્ષ 2023થી, તે મુંબઈ સ્થિત ભારતીય બહુરાષ્ટ્રીય સંગઠન JSW ગ્રુપ અને શાંઘાઈ સ્થિત ચાઈનીઝ ઓટોમોટિવ ઉત્પાદક SAIC મોટર વચ્ચેનું સંયુક્ત સાહસ છે. SAIC મોટર એ ચીનની સરકારની માલિકીની ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની છે જે MG માર્ક હેઠળ વાહનોનું માર્કેટિંગ કરે છે.

આ પણ જુઓ:ટાટાને અમેરિકી અદાલતે આપ્યો તગડો ઝટકો, આટલા કરોડ ભરવો પડશે દંડ, જાણો વિગત

 

Back to top button