ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મવિશેષ
પોલીસકર્મીઓ પણ રંગાયા મા અંબાની ભક્તિના રંગમાં, જૂઓ કેવા મન મૂકી ઝૂમ્યા


ભાદરવી પૂનમ નિમિત્તે આજે મા અંબાના ધામ અંબાજી ખાતે ભારે માનવ મહેરામણ ઊમટ્યું છે ત્યારે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેનાથી દેશ અને દુનિયાના માઈભક્તો ખુશખુશાલ થઈ ગયા છે.
અહીં જૂઓ એ વીડિયોઃ
સામાન્ય રીતે પોલીસની છાપ કરડાકી ધરાવતા ખાખીધારીની હોય છે. કાયદો-વ્યવસ્થાના પાલન માટે તેમણે એવું રહેવું પડે, પરંતુ ધાર્મિક તહેવારોના સમયે ખાખી વર્ધીની અંદર રહેલી માનવતા બહાર આવતી હોવાનું અનેક વખત જોવા મળે છે.
હજુ ગઈકાલે જ વિનાયક ચતુર્થી નિમિત્તે આખા દેશમાં ગણેશ વિસર્જન યાત્રા યોજાઈ રહી હતી ત્યારે હૈદરાબાદનો પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્થળે એક પોલીસકર્મી અને બીજા સ્થળે એક પોલીસ અધિકારી ભક્તિભાવમાં રંગાઈને ધાર્મિક ધૂન ઉપર અન્ય લાખો ભક્તોની સાથે ઝૂમી ઊઠ્યા હતા.
જૂઓઃ
આ પણ વાંચોઃ હૈદરાબાદમાં ગણેશ વિસર્જનનાં આ દૃશ્યો તમારી પણ આંખ ભીની કરશે