અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ રિવરફ્રન્ટ પર ભાડા વધારા સાથે શરુ થશે જોય રાઈડ

Text To Speech
  • 12 ઓગષ્ટથી જોય રાઈડ શરુ થશે, એક દિવસમાં 75 પેસેન્જર ઉડાન ભરશે.
  • પ્રતિ મુસાફર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા જે અગાઉ 2360 હતાં.

અમદાવાદઃ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે શરૂ કરવામાં આવેલી હેલિકોપ્ટર જોય રાઇડનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં સેવા બંદ થઈ ગઈ હતી. પરંતુ હવે ફરીવાર રિવરફ્રન્ટ પર 12 ઓગષ્ટથી જોઈ રાઈટ શરૂ કરવામાં આવશે. આગામી 12 ઓગષ્ટથી લોકો આકાશમાંથી અમદાવાદને જોઈ શકશે. 1 જાન્યુઆરી 2022ના રોજ રિવરફ્રન્ટ ખાતે એરોટ્રાન્સ દ્વારા જોય રાઈડ શરૂ કરવામાં આવી હતી અને અત્યારસુધીમાં 7500થી વધુ લોકોએ તેનો આનંદ માણ્યો છે.

પ્રતિ મુસાફર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા:

જોય રાઈડનું ઓપરેશન કરતી કંપની એરોટ્રાન્સે યાદીમાં જણાવ્યું છે કે, અઠવાડિયામાં બે દિવસ શનિ અને રવિવારે જોય રાઇડ ઓપરેટ કરવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન 75 મુસાફરોને જોય રાઈડની મુસાફરી કરાવવામાં આવશે. એક રાઈડમાં 5 મુસાફરોને લઇ જવામાં આવશે અને અંદાજે 10 મિનિટ સુધી હેલિકોપ્ટરમાં મુસાફરી કરાવી અમદાવાદ શહેર બતાવવામાં આવશે. પ્રતિ મુસાફર 2478 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જોઇ રાઈડ માટે ઓનલાઇન બુકિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: જાણો કયાં પહોંચ્યું ચંદ્રયાન-3, ઈસરોએ કહ્યું- આવતીકાલે પરીક્ષા

Back to top button