ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પત્રકારે ચૂંટણી બૉન્ડ અંગે SBI ઉપર ગંભીર આક્ષેપ કર્યો, પછી શું થયું જાણો

નવી દિલ્હી, 19 માર્ચ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ ઇલેકટરોલ બૉન્ડથી જોડાયેલા ડેટા 14 માર્ચે જાહેર કર્યા હતા. આ ડેટાને લઈને ફ્રીલાન્સ પત્રકાર પૂનમ અગ્રવાલે દાવો કર્યો હતો કે, તેમના નામની બૉન્ડની ખરીદી ખોટી તારીખે દર્શાવવામાં આવી છે. પૂનમનું કહેવું છે કે, આ ડેટા યોગ્ય નથી કારણ કે તેમણે 1,000 રૂપિયાની કીંમતના બે બૉન્ડ એપ્રિલ 2018માં ખરીદ્યા હતા, જ્યારે ચૂંટણી પંચની વેબસાઈટ પર હાજર ડેટામાં તેમના નામની આ ખરીદી ઑક્ટોબર 2020 બતાડવામાં આવી છે.

પૂનમ અગ્રવાલે સ્પષ્ટતા કરીને માફી માંગી

ત્યારબાદ પૂનમ અગ્રવાલે X પર સ્પષ્ટતા આપતાં લખ્યું કે, મેં મારો એક જૂનો વીડિયો જોયો, જેમાં હું 20 ઑક્ટોબર 2020ને જારી કરાયેલા ઇલેકટરોલ બૉન્ડ બતાવી રહી છું. મને એ યાદ નથી કે, મેં આ બૉન્ડ 2020માં ખરીદ્યા હતા કે, 2018માં? યુનિક નંબરના કારણે મારા ડાઉડ ક્લિયર થઈ જશે. ત્યાં સુધી SBI પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. તેમણે બીજી ટ્વીટ કરતાં લખ્યું કે, તમે ઇચ્છો તો તમે મારી યાદશક્તિને દોષી ઠેરાવી શકો છો. 2020 કોવિડ વર્ષ હતું, ઘણી વસ્તુઓ થઈ રહી હતી, કદાચ તેથી જ મને યાદ નથી. મારી કમજોર યાદશક્તિ માટે મને માફ કરો.

અગાઉ પૂનમ અગ્રવાલે ટ્વીટમાં તેમણે SBIના ડેટા સાથે ચેડાં કરવાની વાત કરી હતી. ટ્વીટ કર્યા બાદ જબરદસ્ત હોબાળો મચ્યો હતો કે, SBI બૉન્ડ ખરીદનારની વિગતો સાથે છેડછાડ કરી રહી છે. જો કે, થોડા સમય પછી પૂનમ અગ્રવાલે X પર એક નવી ટ્વીટ કરીને SBI પર લગાવેલા આરોપો પર ખુલાસો કર્યો હતો.

કેન્દ્રીય મંત્રીના સલાહકારે મહિલા પત્રકાર પર સોશિયલ મીડિયાનો દુરુપયોગનો લગાવ્યો આરોપ

દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ પણ X પર પૂનમ અગ્રવાલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચો: ચૂંટણી પંચે રાજકીય પક્ષોના ઈલેક્ટોરલ બોન્ડનો નવો ડેટા કર્યો જાહેર,આ વેબ સાઈટ પર જોઈ શકાશે

Back to top button