ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીરમાં જોશીમઠ જેવું સંકટ, અનેક ઘરોમા તિરાડો, અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

Text To Speech

ઉત્તરાખંડમાં જોશી મઠ જેવી આફત જમ્મુ-કાશ્મીરમાં આવી છે. જમ્મુના ડોડામાં ભૂસ્ખલનના કારણે 21 ઘરોમાં તિરાડો પડી ગઈ છે. ખતરાને જોતા પ્રશાસને આફતથી પીડિત લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. આ ઘટનાના કારણોની તપાસ માટે જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ પહોંચી ગઈ છે.

19 અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

જાણકારી મુજબ ડોડા જિલ્લાના નઈ બસ્તી ગામમાં કેટલાક ઘરોમાં થોડા દિવસો પહેલા જ તિરાડ પડવાની શરૂઆત થઈ હતી, પરંતુ ગુરુવારે ભૂસ્ખલન થતાં પરિસ્થિતિ વધુ વણસી હતી, જેના કારણે અસરગ્રસ્ત મકાનોની સંખ્યા 21 થઈ ગઈ હતી. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (થાથરી) અથર અમીન ઝરગરે જણાવ્યું હતું કે, “અમે 19 અસરગ્રસ્ત પરિવારોને તેમના મકાનોમાંથી બહાર કાઢી સલામત સ્થળોએ ખસેડ્યા છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.

તંત્રએ મદદની આપી ખાતરી

અને તેમણે વધુમા કહ્યુ કે ડેપ્યુટી કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આ સાથે તેમણે આ મામલાની તુલના ઉત્તરાખંડના જોશીમઠની સ્થિતિ સાથે કરવાની ના પાડી દીધી હતી, અને કહ્યુ હતુ કે જે ભૂસ્ખલનના કારણે મોટો પડકારનો સામનો કરી રહ્યા છે. “નવી વસાહતની પરિસ્થિતિને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત જોશીમઠ સાથે સરખાવવી અતિશયોક્તિ ગણાશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “અમે જે ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ અને ચિનાબ ખીણના પાવર પ્રોજેક્ટ્સ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભૂસ્તરશાસ્ત્રીઓએ સ્થળનું નિરીક્ષણ કરી લીધું છે.”

આ પણ વાંચો : અમરેલીના આ ગામમાં 4 મિનિટમાં 3 ભૂકંપના આંચકા, જાણો શા માટે ગામમાં વારંવાર આવી રહ્યા છે આંચકાં?

Back to top button