Joshimath crisis: હવે ઔલી, વિષ્ણુપ્રયાગ સહિત આ જગ્યાઓ પર ફરવાનું સપનું રહેશે અધુરૂ
જોશીમઠ ઉત્તરાખંડના ચમોલીનું એક સુંદર શહેર છે. 1875 મીટરની ઉંચાઇ પર સ્થિત આ જગ્યા જોવામાં સ્વર્ગ જેવી લાગે છે. એવું લાગે જાણે દેવભુમિની ગાથા અહીંથી જ લખવામાં આવી હોય. ઉંચા-ઉંચા પહાડો, પહાડોમાંથી નીકળતી નદીની ધારા અને કિનારા પરથી જતા પાતળા રસ્તાઓ આ જગ્યાને ટુરિઝમનું એક નવુ રૂપ આપે છે. જોશીમઠથી જ કેટલાય તીર્થસ્થલ જેમ કે બદ્રીનાથ ધામ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેવા ધામના રસ્તા ખુલે છે.
આવી સુંદર જગ્યાઓને નજર લાગી જશે એ કોઇએ વિચાર્યુ ન હતુ. હવે આ પ્રાચીન સ્થાન પર તિરાડો પડવા લાગી છે. ત્યાંની જમીન ધસવા લાગી છે. હવે અહીં આસપાસ આવેલી સુંદર જગ્યાઓ પર પણ ખતરો મંડરાઇ રહ્યો હોય એવું લાગી રહ્યુ છે. બની શકે કે સ્થાનિક લોકોની સાથે સાથે પર્યટકોનું અહીં હરવુ ફરવુ પણ થોડા મહિનાઓ માટે બંધ કરી દેવાશે. જાણો એવી કઇ જગ્યાઓ છે જે થોડા મહિનાઓ માટે બંધ કરી દેવાશે.
ઔલી
શાનદાર અને રજવાડા જેવા હિમાલયને બતાવનાર ઔલી સુધી તમે રોપવે દ્વારા જઇ શકો છો. ઓલીનો રોપવે ગુલમર્ગ બાદ એશિયાનો સૌથી ઉંચો અને સૌથી લાંબો રોપવે છે. ઔલી કેબલ કારને સ્થાનિક રીતે ગોંડોલા પણ કહેવાય છે. આ રોપવે જોશીમઠને પણ જોડે છે.
વિષ્ણુપ્રયાગ
અલકનંદા અને ધૌલીગંગા નદીઓના પવિત્ર સંગમ પર રહેલુ વિષ્ણુપ્રયાગ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સમુદ્રતટથી 1372 મીટરની ઉંચાઇ પર વસેલુ એક એવુ શહેર છે, જ્યાં દર વર્ષે લોકો ફરવા માટે જાય છે. અન્ય ચાર નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ સાથે વિષ્ણુપ્રયાગ પાંચ પ્રયાગોમાં સૌથી પહેલા સ્થાન પર રાખવામાં આવે છે. અહીંની અલકનંદા નદીને વિષ્ણુ નદીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
થૈંગ ગામ
થેંગ ચમોલી જિલ્લામાં અને જોશીમઠની પાસે એક નાનકડી ઓફબીટ જગ્યા છે. આ ગામ ચિનાબ વેલી ટ્રેકનો બેસ કેમ્પ પણ છે. આ પ્લેસ પર ઓછી ભીડભાડ જોવા મળે છે. જોકે અહીં લોકો પ્રકૃતિની વચ્ચે હરવા ફરવા માટે જરૂર આવે છે. આ જગ્યા પર લોકો ટ્રેકિંગની મજા પણ લે છે.
વેલી ઓફ ફ્લાવર્સ
જોશીમઠના રસ્તામાં ઘણી એવી જગ્યાઓ પડે છે જે સુંદરતાની ચરમસીમા સમાન છે. આ પ્રકારે ફુલોની ઘાટી એટલે કે વેલી ઓફ ફ્લાવર્સનો રસ્તો પણ અહીંથી જાય છે. કેટલાય કિમી લાંબા આ ટ્રેક પર તમને અલગ અલગ પ્રકારના ફુલ અને પાંદડા જોવા મળશે. કેટલાય વિદેશી ફુલ પણ આ ઘાટીને મહેકાવે છે.
નરસિંહ મંદિર
આ જોશીમઠનું એક લોકપ્રિય મંદિર છે. સપ્તબદ્રીના એક ભાગના રૂપમાં પ્રસિદ્ધિ નરસિંહ મંદિરને નરસિંહ બદ્રી મંદિર પણ કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આ મંદિર જોશીમઠ યાત્રાના સૌથી પવિત્ર સ્થાનોમાંનુ એક છે. મંદિરમાં ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારના દર્શન થાય છે.
આ પણ વાંચોઃ ગોવા લુક : એક્ટ્રેસ કેટ શર્મા હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી મચાવે છે કહેર