ગુજરાતટોપ ન્યૂઝ

જોરદાર: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ ઉમેદવારોના પડખે અમદાવાદ શહેર પોલીસ

Text To Speech

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલ પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર પોલીસ, કર્માં ફાઉન્ડેશન તથા તુલસી વલ્લભ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ચા પૌવાના નાસ્તાનું વિતરણ કરવામાં આવેલ છે.

 

પોલીસે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-1-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે.

આ પણ વાંચો: રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રખાઈ, ઉમેદવારોમાં આક્રોશ

નવી તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે

ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.29-01-2023 ના રોજ સવારે 11-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.

Back to top button