વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે દેશના ધનાઢ્ય રાજ્યોમાં ગુજરાતની ગણતરી થઈ રહી છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગઈકાલે ત્રણ વર્ષ બાદ મધ્યાહન ભોજન યોજનાની કૂકિંગ કોસ્ટમાં વિદ્યાર્થીદીઠ માત્ર 53 પૈસાનો વધારો કરી ગુજરાતના બાળકોને કુપોષણમાંથી બહાર નીકાળવાના ધોળા દિવસે સપના જોઈ રહ્યી હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ જાહેર થયેલા એક અહેવાલ અનુસાર રાજ્યમાં 1.25 લાખ બાળકો કુપોષિત છે જ્યારે 24000 જેટલા બાળકો ગંભીર રીતે કુપોષિત છે. ત્યારે સરકાર દ્વારા કૂકિંગ કોસ્ટમાં જે વધારો કરવામાં આવ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે સરકાર વિદ્યાર્થીઓ સાથે મજાક કરી રહી હોય.
આ પણ વાંચો : GPSC CCE પ્રિલિમ્સનું પરિણામ જાહેર, 3806 ઉમેદવારો મેન્સ માટે ક્વોલિફાય
ગુજરાતમાં છાશવારે અનેક ઉત્સવો અને કાર્યક્રમો પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ સરકાર કરતી હોય છે. ગુજરાતનું નામ આજે દેશભરમાં એક મોડેલ સ્ટેટ તરીકે લેવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલ 53 પૈસાનો વધારો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આગામી સમયમાં સરકાર આમાં ફેરવિચારણા કરી યોગ્ય ન્યાય ગુજરાતના વિદ્યાર્થીઓને આપે તેવી માંગણી થઈ રહી છે.