રાહુલ ગાંધીને પહેલીવાર ઠંડી લાગી, કાશ્મીરમાં ટી-શર્ટ સાથે પરંપરાગત ‘ફિરન’ પહેર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉત્તર ભારતની કડકડતી ઠંડીમાં ટી-શર્ટ પહેરીને ભારત જોડોની યાત્રા કરી હતી, પરંતુ સોમવારે તેમણે શ્રીનગરમાં ઠંડીની લહેરથી બચવા પરંપરાગત વસ્ત્રો ફિરન પહેર્યું હતું. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તેમના સફેદ ટી-શર્ટ પર સ્લીવલેસ જેકેટ પહેરતા અને પછી કાશ્મીરીઓ દ્વારા પહેરવામાં આવતા પરંપરાગત વસ્ત્રો પહેરતા જોવા મળ્યા હતા.
My family taught me, and Gandhi ji taught me to live fearlessly, otherwise, that is not living. But it happened just as I expected, the people of J&K didn't give me a grenade but only love: Congress MP Rahul Gandhi, in Srinagar, J&K pic.twitter.com/IPKKyY8WUu
— ANI (@ANI) January 30, 2023
ખીણમાં સતત હિમવર્ષાના કારણે મોટાભાગના વિસ્તારોમાં સફેદ ચાદર પથરાઈ ગઈ છે. શ્રીનગરના મૌલાના આઝાદ રોડ પર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યમથક ખાતેના કાર્યક્રમ પછી, સમાપન સમારોહના સ્થળ શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતા સમયે ગાંધીએ ભૂરા રંગનો ‘ફિરાન’ પહેર્યો હતો.
Security people had told me to go to Kashmir in a vehicle & not on foot. 3-4 days back, admin told me that if I go on foot, grenade would be hurled at me…I thought to give an opportunity to those who hate me, to change colour of my white t-shirt to red: Rahul Gandhi,in Srinagar pic.twitter.com/1GH6LmSQ3k
— ANI (@ANI) January 30, 2023
તેમણે ભારત જોડો યાત્રા હેઠળ 136 દિવસમાં 4,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. જ્યારે યાત્રા દિલ્હીમાં પ્રવેશી ત્યારે રાહુલ ગાંધીનું સફેદ ટી-શર્ટ અચાનક જ ચર્ચામાં આવી ગયું હતું. તેના પર તેમના સમર્થકોએ તેમના સામાન્ય હોવાની વાત કરી તો વિરોધીઓએ પણ તેમની ટીકા કરી.
#WATCH | Srinagar:Congress MP Rahul Gandhi says, "…Four children came to me. They were beggars&had no clothes on…I hugged them…They were cold&shivering. Maybe they didn't have food. I thought that if they're not wearing jackets or sweaters, I too shouldn't wear the same…" pic.twitter.com/Mo81yWMvho
— ANI (@ANI) January 30, 2023
રાહુલે આ વિશે કહ્યું કે જ્યારે ફાટેલા કપડામાં ધ્રૂજતી ત્રણ ગરીબ છોકરીઓ મધ્યપ્રદેશમાં તેને મળવા આવી ત્યારે તેણે તેમને જોઈને ટી-શર્ટ પહેરવાનું નક્કી કર્યું હતું. તેણે એ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી તે ધ્રૂજશે નહીં ત્યાં સુધી તે સ્વેટર નહીં પહેરે.
I learned a lot. One day, I was in a lot of pain. I thought I've to walk for 6-7 hrs more & it'll be difficult. But a young girl came running to me & said that she has written something for me. She hugged me & ran away. I started reading it: Rahul Gandhi, in Srinagar, J&K (1/2) pic.twitter.com/JtvD7Q202S
— ANI (@ANI) January 30, 2023
રાહુલ ગાંધીની જેમ જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ બનિહાલથી કાઝીગુંડ સુધી સફેદ ટી-શર્ટ પહેરીને મુસાફરી કરી હતી. બંને નેતાઓ એક સરખા ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. તેની સાથે ચાલતા લોકોએ ઘણા કપડાં પહેર્યા હતા.