જ્હૉન સીનાએ WWEમાંથી નિવૃત્તિ જાહેર કરી, જાણો ક્યાં અને ક્યારે રમશે છેલ્લી મેચ
- દિગ્ગજ રેસલર જ્હોન સીના Netflix પર 2025માં આવનાર મન્ડે નાઇટ રોનો ભાગ બનશે
HD ન્યૂઝ ડેસ્ક, 7 જુલાઇ: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE)ના દિગ્ગજ રેસલર જ્હોન સીના ટૂંક સમયમાં તેની મહાન કારકિર્દીનો અંત લાવવા જઈ રહ્યો છે. જ્હોન સીનાએ WWEના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં ઇન-રિંગ સ્પર્ધામાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 2025માં WWEને અલવિદા કહી દેશે. જ્હોન સીના કેનેડાના ટોરોન્ટોમાં ‘WWE મની ઇન ધ બેંક’ શોમાં પરત ફર્યો હતો. તેણે અચાનક એન્ટ્રી કરીને તમામ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ પછી તેણે કહ્યું કે, ‘આજે રાત્રે હું સત્તાવાર રીતે WWEમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું.’ જ્હોન સીનની આ જાહેરાતથી તેના ફેન્સ દુ:ખી થઈ ગયા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી કે, ‘વિલ મિસ યુ ચેમ્પિયન.‘ તો અન્ય એક ફેને લખ્યું કે, ‘સીના વિના WWE જોવું મુશ્કેલ.‘
BREAKING: @JohnCena announces retirement from in-ring competition, stating that #WrestleMania 41 in Las Vegas will be his last. pic.twitter.com/TB6U3QtO1h
— WWE (@WWE) July 7, 2024
જ્હોન સીનાએ શું કહ્યું? જાણો
જ્હોન સીનાએ ખુલાસો કર્યો કે, તે અત્યારે ‘મન્ડે નાઇટ રો’ પર રહેવાની યોજના ધરાવે છે. હકીકતમાં, શૉ ‘મન્ડે નાઇટ રો’ જાન્યુઆરી 2025માં નેટફ્લિક્સ પર લોન્ચ થવા જઈ રહ્યો છે. જ્હોન સીનાએ કહ્યું કે, “હું આજે સંન્યાસ નહીં લઉં. આ વિદાય, આજે રાતે પૂરી થતી નથી. દરેક વ્યક્તિ મન્ડે નાઈટ રોને આવતા વર્ષે ઈતિહાસ રચતા જોવા માંગે છે. જ્યારે આ શો નેટફ્લિક્સ પર આવશે ત્યારે ઈતિહાસ રચાશે. હું Netflix પર ક્યારેય Rawનો ભાગ રહ્યો નથી, તે ઇતિહાસ છે. આ પ્રથમ વખત છે, અને હું ત્યાં રહીશ. હું એ ઈતિહાસનો સાક્ષી બનીશ. 2025 રોયલ રમ્બલ મારું છેલ્લું રહેશે. 2025 એલિમિનેશન ચેમ્બર મારી છેલ્લી રહેશે અને હું આજે રાત્રે એ જાહેરાત કરવા આવ્યો છું કે લાસ વેગાસમાં રેસલમેનિયા 2025એ છેલ્લું રેસલમેનિયા હશે જેમાં હું સ્પર્ધા કરીશ.
The Greatest of All Time. @JohnCena #MITB pic.twitter.com/2IXxYx3Y8Z
— Triple H (@TripleH) July 7, 2024
આ પણ જુઓ: T20 એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમ જાહેર, જાણો કોણ બન્યું કેપ્ટન