જોન અબ્રાહમે ફેનને બર્થડે પર 22,000ના બાઈકિંગ શૂઝ ગિફ્ટ આપ્યા, હાથથી બાંધી લેસ, વીડિયો વાયરલ


- જોન અબ્રાહમે એક ફેનને તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અક્ષય કેદારીને તેના જન્મદિવસ પર જોને શાનદાર બાઇકિંગ શૂઝ ગિફ્ટ કર્યા છે
3મે, મુંબઈઃ અભિનેતા જોન અબ્રાહમ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ફિટ અને હેન્ડસમ એક્ટર્સમાંથી એક છે. તાજેતરમાં જ જોન શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ‘પઠાણ’માં વિલનની જબરદસ્ત ભૂમિકામાં જોવા મળ્યો હતો અને ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અભિનેતા પરદા પર જેટલો રફ એન્ડ ટફ તેમજ સ્ટ્રોંગ દેખાય છે, તે વાસ્તવિક જીવનમાં પણ છે. તેને સુપરબાઈક્સનો ખૂબ જ શોખ છે. તેની પાસે ઘણા હેવી બાઈક્સનું કલેક્શન પણ છે.
@TheJohnAbraham Sir Gifted Me This Premium Italian Riding Shoes On My Bday 😭🫶♥️ Worth Of 22.5K 😭 Thank You So Much Sir ♥️🫶💞 #birthdaygift #johnabraham #birthday #viral #Trending #Bollywood #bikelife #italian pic.twitter.com/9PLdyengaj
— Akshay Kedari (@AkshayK10275683) May 1, 2024
જોને એક ફેનને આપ્યા ખાસ જૂતાં
પરદા પર ઉત્તમ અભિનય કરનારો જોન અબ્રાહમ વાસ્તવિક જીવનમાં કોમળ હૃદયનો વ્યક્તિ છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેનો પુરાવો જોવા મળ્યો છે. હાલમાં જ જોન અબ્રાહમે એક ફેનને તેના જન્મદિવસ પર એક ખાસ ભેટ આપી છે, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અક્ષય કેદારી નામના આ પ્રશંસકે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે તેના જન્મદિવસ પર જોને તેને શાનદાર બાઇકિંગ શૂઝ ગિફ્ટ કર્યા છે. ફેન્સે તેની ઘણી તસવીરો પણ શેર કરી છે. આ સામાન્ય શૂઝ નથી, પરંતુ ઈટાલિયન રાઈડિંગ શૂઝ છે જેની કિંમત 22,500 રૂપિયા છે.
View this post on Instagram
જોને પોતે બાંધી લેસ
ફેને પોતાની બર્થડેને ખાસ બનાવવા માટે જોનના મુંબઈ સ્થિત ઓફિસ બહાર કેક કાપી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોન કેક કાપતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પરના આ વીડિયોમાં જોન ખુદ ફેનના શૂઝની લેસ બાંધતો જોવા મળી રહ્યો છે. અભિનેતાની દરિયાદિલી જોઈને ફેન્સ ખૂબ જ ઈમ્પ્રેસ પણ થયા છે.
આ પણ વાંચોઃ સોનાલી બેન્દ્રેઃ એ સમયે બધું બોલિવૂડની એક ચોક્કસ ટોળકીના હાથમાં હતું, અમે નિઃસહાય હતા