રોજ માત્ર 30 મિનિટ કરો જોગિંગ, મગજ અને હ્રદય બંને રહેશે સુરક્ષિત
- શરીરને ફિટ રાખવા માટે જરૂરી નથી કે તમે રોજ જિમમાં જઈને વજન ઉઠાવો. આ કાર્ડિયોવેસ્ક્યુલર એક્ટિવિટી આરોગ્ય માટે ખૂબ સારી છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ જોગિંગ કરવું ખૂબ જરૂરી છે. ડોક્ટરો પણ સલાહ આપે છે કે રોજ 30 મિનિટ ચાલવું કે દોડવું ખૂબ જરૂરી છે. શરીરને ફિટ રાખવા માટે જરૂરી નથી કે તમે રોજ જિમમાં જઈને વજન ઉઠાવો. આ એક એવી કસરત છે જેમાં ધીમે ધીમે દોડવાનું હોય છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર એક્ટિવિટી આરોગ્ય માટે ખૂબ સારી છે. રાતે સુઈને ઉઠ્યા બાદ રોજ અડધો કલાક જોગિંગ શા માટે કરવું જોઈએ?
રોજ 30 મિનિટ જોગિંગ કરવાથી આ થાય છે ફાયદા
બોડીમાંથી ફેટ ઓછી થશે
રોજ જોગિંગ કરવાથી કેલરી બર્ન થાય છે. શરીરનું વજન કન્ટ્રોલમાં રહે છે. તેથી રોજ સવારે 30 મિનિટ સુધી ધીમે ધીમે દોડવાથી વજન ઘટે છે. લગભગ 300થી 400 કેલરી ઘટે છે.
ઈમ્યુનિટી મજબૂત થશે
રોજ 30 મિનિટ સુધી જોગિંગ કરવાથી તમારા શરીરની ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. તેના કારણે એન્ટી બોડીઝ અને વ્હાઈટ બ્લડ સેલ્સ શરીરમાં ઉત્પન્ન થઈ શકે છે. તેના કારણે શરીરને ઈન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે. આ ઉપરાંત શરદી-તાવ અને ખાંસી હોવાનો ખતરો પણ ઘટી જાય છે.
મેન્ટલ હેલ્થ સુધરશે
જોગિંગ કરવાથી મેન્ટલ હેલ્થ સારી રહે છે. તેના કારણે ડિપ્રેશન, તણાવ કે ચિંતાના લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે. આ એક્સર્સાઈઝથી એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે. જેને ફીલ-ગુડ હોર્મોન કહેવાય છે. તે મગજને સતેજ રાખવા અને સારી ઉંઘને પ્રોત્સાહન આપે છે.
કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ માટે બેસ્ટ
જો તમે રોજ જોગિંગ કરશો તો હાર્ટ અને લંગ્સ યોગ્ય રીતે કામ કરશે. આ એક્સર્સાઈઝ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાર્ટ મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે, તે બ્લડ સર્ક્યુલેશનને પણ બહેતર બનાવે છે.
આ પણ વાંચોઃ ઠંડીમાં રોજ ખાવ બાજરીનો રોટલો, બીમારીઓ રહેશે દુર