Jobs 2024: નોકરીવાંછુઓ આનંદો, ONGCમાં નીકળી 2200 પદ પર ભરતી, જાણો વિગત
નવી દિલ્હી, તા.6 ઓક્ટોબરઃ નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શાનદાર ખબર છે. ઑયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) લિમિટેડે એપરેંટિસના પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેઓ સત્તાવાર વેબસાઇટ ongcindia.com પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખે ઓ25 ઓક્ટોબર, 2024 છે.
કેટલી પોસ્ટ ભરવામાં આવશે
આ ભરતી અભિયાન દ્વારા કુલ 2237 પોસ્ટ ભરવામાં આવશે. જેમાં
- ઉત્તર ક્ષેત્રઃ 161 પદ
- મુંબઈ ક્ષેત્રઃ 310 પદ
- પશ્ચિમ ક્ષેત્રઃ 547 પદ
- પૂર્વ ક્ષેત્રઃ 583 પદ
- દક્ષિણ ક્ષેત્રઃ 335 પદ
- મધ્ય ક્ષેત્રઃ 249 પદ
પસંદગી પ્રક્રિયા
પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે મેરિટ તૈયાર થશે. તેના આધારે પસંદગી પ્રક્રિયા થશે. સમાન સંખ્યામાં મેરિટ હોય તો વધુ ઉંમર વાળા વ્યક્તિ પર વિચાર કરવામાં આવશે. કંપનીમાં જોડાતા પહેલા મૂળ દસ્તાવેજોની પણ ચકાસણી કરાશે.
કેટલું મળશે સ્ટાઈપેંડ?
- ગ્રેજ્યુએટ એપરેંટિસઃ 9000 રૂપિયા પ્રતિ માસ
- ત્રીજું વર્ષ ડિપ્લોમાઃ 8050 રૂપિયા પ્રતિ માસ
- ટ્રેડ એપરેંટિસ ( ધો.10 અને 12 પાસ): 7000 રૂપિયા પ્રતિ માસ
- ટ્રેડ એપરેંટિસ (આઈટીઆઈ 1 વર્ષ સમયગાળો): 7700 રૂપિયા પ્રતિ માસ
- ટ્રેડ એપરેંટિસ (આઈટીઆઈ 2 વર્ષ સમયગાળો): 8050 રૂપિયા પ્રતિ માસ
જરૂરી વિગત
- અરજી શરૂ થયાની તારીખઃ 5 ઓક્ટોબર, 2024
- અરજી કરવાની અંતિમ તારીખઃ 25 ઓક્ટોબર, 2024
- પરિણામ તારીખ/પસંદગીઃ 15 નવેમ્બર, 2024
અરજી કરવા માટે કેટલી છે વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 25-10-2024ના રોજ 18 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. એટલેકે ઉમેદવારની જન્મ તારીખ 25-10-2000 થી 25-10-2006 વચ્ચે હોવી જોઈએ.
આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જોખમ વગર પૈસા થઈ જશે ડબલ, જાણો વિગત