નેશનલ

દેશમાં વધ્યું બેરોજગારીનું પ્રમાણ, બેરોજગારી 7.86 ટકાની સપાટી પર

Text To Speech

દેશનો બેરોજગારી દર વધી ગયો છે. બેરોજગારી દર સપ્ટેમ્બરમાં 6.43 ટકાથી વધીને આ મહિને 7.86 ટકા થયો છે, તેમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી (CMIE)ના તાજેતરના આંકડા કહે છે. બેરોજગારીમાં વધારો ગ્રામીણ બેરોજગારીના કારણે 8.01 ટકા હતો. શહેરી બેરોજગારી પણ 7.53 ટકા જેટલી ઊંચી રહી હતી.

બેરોજગારી દર
બેરોજગારી દર

ગ્રામીણ વિસ્તારમાં વધારો સપ્ટેમ્બરમાં 5.84 ટકા હતો. જે અગાઉના મહિનાના 7.68 ટકાની સરખામણીમાં ઓછો હતો. ટીમલીઝ સર્વિસીસના ચીફ બિઝનેસ ઓફિસર મહેશ ભટ્ટના જણાવ્યા અનુસાર અનિયમિત વરસાદ અને નાણાકીય પરિસ્થિતિઓને કારણે આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત થઈ છે, જેના કારણે ગ્રામીણ રોજગાર પર અસર પડી છે.

અન્ય નિષ્ણાતો મેક્રોઇકોનોમિક પરિબળોને દોષી ઠેરવે છે. અમેરિકી બજારમાં મંદીની તોળાઈ રહેલી આશંકાથી ઘણી IT કંપનીઓમાં ગભરાટ પેદા કર્યો છે. સીઆઈઈએલ એચઆર સર્વિસીસના એમડી અને સીઈઓ આદિત્ય નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે, નવા પ્રોજેક્ટ્સમાં ઘટાડા અને અન્ય કારણે નવી ભરતીઓ બંધ થઇ ગઇ છે. ફ્રેશર્સની જોડાવાની તારીખો પણ પાછી ઠેલવામાં આવી રહી છે, જેના કારણે બેરોજગારીનો દર વધી રહ્યો છે. આઇટી કંપનીઓના સીઇઓએ ક્વાર્ટર 2 ના પરિણામો દરમિયાન સાવધાનીભર્યું વલણ અપનાવ્યું છે, જ્યારે કસ્ટમર્સ મોટા સોદા ફાઇનલ કરવામાં સમય લઇ રહ્યા છે.

વેન્ચર કેપિટલ ફંડનો પ્રવાહ ટોચ પર હતો, ત્યારે ઘણા સ્ટાર્ટ-અપ્સ ભરતી કરી રહ્યા હતા. પરંતુ બદલાતી સ્થિતિમાં ફંડ ઓછું થઇ રહ્યું છે જેના પગલે સ્ટાર્ટ-અપ્સ તેમની સ્ટ્રેટેજી બદલી રહ્યા છે. તેનાથી એકંદરે રોજગારને અસર થઈ છે. વૈશ્વિક મંદીના ડરને પરિણામે કંપનીઓએ ખર્ચ ઘટાડયા છે. તેનાથી ટૂંકા ગાળા માટે નવી ભરતી પર અસર થઇ છે.

Back to top button