ગુજરાત

નોકરી છૂટી જતા રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો, પુત્રના અણધાર્યા પગલાથી પરિવારમાં શોક

Text To Speech
  • મુળ ભાવનગરના તળાજા તાલુકાના ભયાડા ગામનો વતની
  • એક માસથી નોકરી છૂટી જતા યુવાને અંતિમ પગલું ભર્યું
  • જુવાનજોધ પુત્રના અણધાર્યા પગલાથી પરિવારમાં શોક

સુરતના સરથાણા યોગીચોક વિસ્તારના રત્નકલાકાર યુવકે દિવસ દરમિયાન ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એક માસથી નોકરી છૂટી જતા તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું સરથાણા પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચો: સુરત: એરપોર્ટના 25 કરોડ ગોલ્ડ સ્મગલિંગ કેસનો રેલો દુબઇ પહોચ્યો

મુળ ભાવનગરના તળાજા તાલુકાના ભયાડા ગામનો વતની

મુળ ભાવનગરના તળાજા તાલુકાના ભયાડા ગામનો વતની આશિક ઉર્ફે આશિષ ભુપત બલર (ઉં.વ. 20) પરિવાર સાથે સરથાણા યોગીચોક સ્થિત યોગેશ્વર સોસાયટીમાં રહેતો હતો. દરમિયાન આશિકની ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આશિકે સવારે દસથી સાંજે છ વાગ્યા દરમિયાન ઘરમાં છતના પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સરથાણા પોલીસ જણાવી રહી છે.

આ પણ વાંચો: ચંદ્રયાન-૩ની ડિઝાઇન બનાવ્યાની ગુલબાંગો ફૂંકનારનો પર્દાફાશ 

પોલીસના કહેવા મુજબ આશિક રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો

પોલીસના કહેવા મુજબ આશિક રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. પરંતુ છેલ્લા એક માસથી મંદીને કારણે નોકરી છૂટી જતા બેકાર હતો. જેને લીધે નાસીપાસ થયેલા આશિકે દિવસ દરમિયાન ઘરમાં ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. મૃતક આશિકનો બીજો એક ભાઈ અને એક બહેન છે. તેના અણધાર્યા પગલાથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે હે. કો. મણીલાલભાઈ તપાસ કરી રહ્યા છે.

Back to top button